________________
શ્રી હેમચંદ્રાચાર્ય
(ડે. બુલરકૃત.)
પાશ્ચાત્ય વિદ્વાનોએ છેલ્લાં પચાસ વર્ષથી શ્રી હેમચંદ્રની કૃતિઓ તરફ ઘણું ધ્યાન આપ્યું છે, છતાં આ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ જેણે પોતાની અનેકદેશીય સાહિત્ય પ્રવૃત્તિથી આર્યાવર્તના વિદ્વાન વર્ગની અંદર શ્વેતાંબરનું નામ સાર્વત્રિક રીતે સુપ્રસિદ્ધ કર્યું અને જેણે ગુજરાતના સાર્વભૌમ રાજા ઉપરની અસાધારણ અસરને કારણે બારમી શતાબ્દિના પોતાના બીજા વિભાગમાં જૈન ધર્મના પ્રચાર માટે પોતાના દેશમાં અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું–તે (વ્યક્તિ) ના જીવનવૃત્તને અંગે સર્વગ્રાહી શેખેળ હજુ સુધી થઈ નથી. શ્રીયુત એચ. એચ. વિલ્સનની કૃતિઓની પ્રસ્તાવનામાં તદ્દન અપૂર્ણ અને કવચિત અચેકસ હકીકત મળી આવે છે, તે ઉપરાંત આ સુપ્રસિદ્ધ સાધુના સંબંધમાં વિગતવાર હકીકત શ્રીયુત કે. ફેબ્સની રાસમાળા (પૃ. ૧૫-૧૭) માં કાંઈક ઉપલબ્ધ થાય છે અને બે વિભાગીય રોયલ એશીયાટિક સોસાયટીને જર્નલ ન. ૯ પૃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com