________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
-
જે કાંઈ અભિપ્રાય કે નિર્ણય દર્શાવવામાં આવે તે દેષયુક્ત અથવા ખોટા નિવડે.
એ સંબંધમાં વિશેષ કાંઈ કહેવાનું નથી; માત્ર એ વિષયમાં રસ લેતા યોગ્ય લાયકાતવાળા અભ્યાસીને, જેવા કે શ્રી. રામલાલ મેદી, શ્રી. કેશવરામ શાસ્ત્રી, શ્રી. ભોગીલાલ સાંડેસરા-
નેગ્ય પારિતોષિક આપી, રોકવામાં આવે; પણ તે કાર્યમાં વિલંબ થ ન જોઈએ; કારણ કે અજ્ઞાનતાને લઈને આપણી એ સંપત્તિને, પ્રતિદિન ધીમે ધીમે, નાશ થતું જાય છે. તે પાછી મેળવવાનું અશક્ય થઈ પડશે અને તેનું મૂલ્ય રૂપિયા, આના, પાઈમાં આંકવાનું નથી.
આપણા પ્રાંતની પ્રધાન સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું એ કર્તવ્ય છે કે તે સારું તે યોગ્ય વ્યવસ્થા કરે.
અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ રચવામાં બીજા પ્રકારની અડચણ નડે છે; અને તે તેનાં સાધનોની, નોંધ અને વૃત્તાની.
વર્તમાન સાહિત્ય દિવસે દિવસે વિકસતું અને ખીલતું જાય છે, તેમાં નવીનતા અને વિવિધતા આવી, તે સમૃદ્ધ થયું છે; પણ આપણું સાહિત્યકાર અને તેમની સાહિત્ય કૃતિઓ વિષે બહુ થેડી હકીક્ત મળી આવે છે; અને જે કાંઈ ઉપલબ્ધ છે તે સંગ્રહિત કે સંકલિત કરેલી મળતી નથી; તેથી તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ; અને તે એ પુરુષોનાં સ્વતંત્ર, વિવેચનાત્મક અને માહિતીપૂર્ણ જીવનચરિત્ર રચાયે વધુ સવડભર્યું થઈ પડશે. | ગુજરાતી સાહિત્યમાં ચરિત્ર વિભાગ સરવહીન અને અપૂર્ણ છે; પ્રજાના ઘડતરમાં એ સાહિત્ય ઘણું ઉપયોગી નિવડે; અંગ્રેજી સાહિત્યને એ વિભાગ એટલો સત્વશાળી અને સમૃદ્ધ છે કે તે ઈર્ષા ઉપજાવે; ગુજરાતી સાહિત્યની એ ખામો જરૂર આપણે દૂર કરવી જોઈએ; અને તે ચરિત્ર ગ્રંથ સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરવામાં બહુ મદદગાર નિવડશે.
mend yay 218124141 (English men of letters ) ના ધોરણે કવીશ્વર દલપતરામથી શરૂ કરી સ્વર્ગસ્થ સર રમણભાઈને કાળ સુધીના વિદેહી સાક્ષરોનાં પ્રમાણભૂત ચરિત્રો તેના અધિકારી પુરુષોને લખવાનું સોંપવામાં આવે એ અત્યારના સંજોગોમાં હિતાવહ છે અને તે