________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
છેટાલાલ માનસંગ કામદાર
એએ રાતે દશા શ્રીમાળી વણિક, જેતપુરના વતની છે. એમને જન્મ તા. ૪ થી ફેબ્રુઆરી સન ૧૮૯૮ ના રેાજ મટાદેવળીયામાં થયે હતા. એમના પિતાનું નામ માનસિંગ નરભેરામ અને માતાનું નામ દુધીખાઈ ધનજી છે. એમનું લગ્ન સં. ૧૯૭ર ના મહાવદ ૧ મે જામનગરમાં શ્રીમતી સૂર્યકુમારી મનસુખલાલ સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં, કૅલેજ શિક્ષણ અટ્ઠાઉદ્દીન કૅલેજ–જુનાગઢમાં લીધું હતું; સન ૧૯૨૦ માં તેમણે અંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષયેા લઈ ને ખી. એ; ની પરીક્ષા પાસ કરી હતી. શરૂઆતમાં મુંબાઈમાં નોકરી મળી હતી, પણ ત્યાંનું પાણી માફ્ક ન આવવાથી હાલમાં તેએ વાંકાનેર હાઈસ્કુલમાં શિક્ષક છે.
સાહિત્ય વાચનને શેાખ છેક ન્હાનપણથી હતા; જે કાલેજ કાળમાં પણ ચાલુ હતેા. વાંકાનેરમાં આવ્યા પછી જુદા જુદા જાણીતાં માસિકેામાં લખવાનું શરૂ કરેલું.
સન ૧૯૩૩ માં માનેા યા ન માનેા ”ના પ્રસિદ્ધ લેખક મી. રાખ. એચ. હિપ્લેના આમત્રણ અને આગ્રહથી તેએ લાઠીવાળા દેસુર અરજણ ડાંગરને લઈ ને ચિકાગેાના વિશ્વમેળામાં ગયા હતા. એમના એ પ્રયાસની નોંધ શારદા, કામુદીમાં પ્રકટ થઈ છે.
બાળસાહિત્યના તેએ ખાસ રસિયા છે અને તે વિભાગની વાર્ષિક સમાલેચના પુસ્તકાલયમાં પ્રતિ નિયમિત રીતે કરતા રહ્યા છે, તે એમની પ્રવૃત્તિનું એક વિશેષાંગ છે
એક લેખક તરીકે તેમણે ખરી પ્રતિષ્ટા મેળવેલી છે. આંકડાશાસ્ત્ર એ એમના પ્રિય વિષય છે અને હાલમાં તેમણે ‘સર્વસંગ્રહ' નામનું એક રેફરન્સ માટે ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું છે; તે એમનું વિશાળ વાચન બતાવી આપે છે.
— એમની કૃતિઓ :
-
(૧) હરિન્દ્રનાં નાટક) (અનુવાદ)
(ર) ભારતભક્ત ગોખલેનાં સંસ્મરણા (અનુવાદ) (૩) સ્નૂકર. ટી. ટ્વાશિંગ્ટનનું આત્મચરિત્ર ( પૂર્વા –
સુધારેલી બીજી આવૃત્તિ )
૧૯૨
૧૯૩૩
૧૯૩૬
૧૯૩૬