Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 258
________________ ૧૯૩૫ની કવિતા અંધારે ઉગશે તારલા ને - કાંટે ફરશે ફૂલ; જળવું જગતને બારણે ને ઝબકી લઈ થવું ગૂલ રે ! એવી જીવનની અમીત. (૩) દારૂણ વેદના હોયે ભલે પણ, અંતર બળ દે એ જ; વાદળવહન વિના નહિ વૃષ્ટિ ને અગ્નિ વિના નહિ તેજ રે ! એવી જીવનની અમીત. (૪) (ગુજરાત) ક્યાં લગી જળતું આ જીવન જશે, ક્યાં છે એ પ્રશ્નનું કામ? જવલન જશે તે એ તે બુઝાશેઃ ક્યાં રહેશે જીવનનામ રે? એવી જીવનની અમીત. (૫) જીવનગી હે ! દિલડું જળાવતે અમૃત પીએ એ એમ તિકુવારા એ ઊડશે ને કરશે સહુનું કલ્યાણ ને ક્ષેમ રે ! એવી જીવનની અમીત. (૬) અરદેશર ફરામજી ખબરદાર વિરાટ પૂજન (મિશ્રજાતિ) અસ્તોદયે ઉભવતા પ્રકાશના ઉર્વી ઉરે પીયૂષ છાંટનારી વાઘા વિભે! તારી વિરાટમૂર્તિને પીયે ધરું દ્વાદશ મેઘઝારી. ધરૂવળી ઈન્દ્રધનુની મેખલા. નૈઋત્યની મંદ સમીર-દોરીએ પીસીપીસી કોટિક કાળી વાદળી તરંગની ફેનલ ખૂલવાળા કોડે કરું કાજલ કૃષ્ણવર્ણ, સમુદ્રના ચંદરવા હિલોળીને સળી લહી સોનલ દામિનીની પંખા કરું ગંભીર ગાન ગાતા. કીકી કરું મેહન! મોહિનીભરી. લે મની વિશ્વવિરાટ થાળી શતાબ્દીઓના શતલક્ષ આંટે મળે મૂકું સૂરજચંદ્ર દીવડા, ગૂંથેલ, ઉત્ક્રાંતિની અપ્સરાએ ઉતારતા વિશ્વસ્વરૂ૫ આરતી વિનાશ ને સર્જન મૌક્તિકે મઢયું ઘંટા બજાવું ઘન ગર્જને તણી. મહાકાળનું મંદિલ મસ્તકે ધરી, અનંતદશ અવકાશ-આયને બે ભરી સુન્દર તારકે ને તારું બતાવું પ્રતિબિબ ઓ પ્રભુ! વિભે ! વધાવું નવલક્ષ અક્ષત, ૨૨૫ ૨૯

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302