________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળીઃ પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુજરી ! ભરી તુજ કુખે મનોરમ વિશાળ લીલોતરી સદા હૃદય ઠારતી; અવર કે ન તુપે ભલી; નહિ હિમસમાધિમાં શિખર નીંદરે કે ખરે ઉષા કમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમાં નથી, ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી સદા સળવળે દિલે, ઝણઝણે ઉંડા ભાવથી રપુરે અજબ ભકિતની અચલ દીપરેખા, અરે,
લીધે જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં. (ઊર્મિ)
ચન્દ્રવદન મહેતા
આજનું કૂજન
(મિશ્ર) તે આજને કૂજન શું ભર્યું કે છતાં ને તેમાંય મને મળેલ તે મારે ઉરે એ પલમાં વસી ગયું? અને રચ્યું જે ઉરથી અદીઠ તે અને હજી યે વિલસી તહીં રહું? આજે મને સાંપડિયું અચિન્તવ્યું. એવું ભર્યું તે તુજ કૂજને શું?
તેં આજને કૂજન એ ભર્યું જ શું? વસંતની મંગલ આરતી સમી મેં સાંભળી છે સ્વધાર તાહરી; ને સાંભળી છે પ્રિય સંગ તારી
આજે નથી માદક વાયુ માઘને, પ્રશ્નોત્તરની અથવા નકામી
પ્રદેષ વા શીતળ ચૈત્રને નથી, અખંડ વાતેતણી ધાર સૂરની;
નથી વિલાસી ય વસન્ત આજ કે. ને ચૈત્રની ચાંદનીમાં તરતી, ઝીલી છ મેં કૂજનધાર તારી અધ નિશાએ, અર્ધજાગતા ઉરે.
છતાય શા ઉમળકા વસી ગયા
તારે ઉરે કે બળતા બપોરે २२८