Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 285
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (અનુષ્ટ્ર ) વધારે વેણ ના પાસે, વદે ના માત બહાવરી; - શિશુને ચાંપતી હૈયે, રોતી ચૂમે ઘડી ઘડી. | ( શાર્દુલ ) “જાઓ, બાઈ! ગૃહે નથી, શિશુ હમારું” ન્યાયદાતા, કહે; આંસુ એ નથી કાયદા મહિં પુરાવો, માતૃવાત્સલ્ય કે, ” માતાના વળી હેતથી ય સબળ કે પુરા હશે !” કહેતી માત વળે લઈ શિશુ ત્યહાં સિપાઈ સામે છએ. (અનુટુમ્) “ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને, શિશુ આપી શકાય ના,” ન્યાયાધિશ તહીં ભણે. ઝુંટાવ્યું બાળ માતાથી, કહાડી હાર બીચારીને, હા બાળ ! શિશુ મહારું !” પુકારી ઉપરે પડે. (ઊર્મિ) સનાતન જ, બુચ, સૃષ્ટિસમ્રાટુ (રાગ સોરઠ) વિરમે તિમિરભરી ભયરાત, ઉતરે ઉષા ચુમિત પ્રભાત_વિરમેન્ટ મોહ સુષુપ્તિ પ્રમાદ ભર્યા મન, નવ જીવનમાં કરે નિમજન, બલ સાન્દર્ય સમાધિ વિરાજન, ઝીલે દિવ્ય પ્રતાપ-વિરમેન્ટ નયન તૃપ્ત ઉષ્મા વીચિ ઝીલી, આત્મકમલ ઉઘડયું પૂર ખીલી, બંસી અનાહત રસીલી ગુંજે, " શબ્દબ્રહ્મ તણી વાત-વિરમે કામ કેધ ભય લોભ વિલાતાં, અભય અખંડાનંદે ગાતાં, દિનનિશ રસમસ્તીમાં નહાતાં, શમી ગયા ઉત્પાત–વિરમે ૨૫૨

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302