Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 281
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અમાસ સુક્ષ્મ ભરી પ્રશાન્ત ! ધીમે પગે નાજુક બાળ નાની, છુપાતી કુવે પળતી સુલેખા !નાજુક નાના કરમાં ઘડૂલો, ને દેરડીની ઝૂડી ખૂલતી ખભે, મુખે પ્રભા દિવ્ય રહી છવાઈ ને નેણમાં ઉત્સુક્તા ભરેલી ! ભરી ઘડે સદ્ય પળે સુલેખા માથા પરે બેડલું રાખી હોસેતૃષાર્તા શુષ્કા વહતી જહીં હતી વેરાન, ખિન્ના, જળશન્ય રેણુકા ! ખાલી કરીને ઘડુલે નદીમાં વિચારી બાળા ગભરુ રહી તે લઈ જશે આ જળ નક્કી રેણુકા પિડાય પેલાં તરસે જ જ્યાં !” ને હસમાં તે ફરી દેડી બાલિકા ભરી ઘડે ખાલી કર્યો નદીમાં ! ને પાંચ, પચ્ચીસ, પચાસ, વેળા ફરીફરીને જળ ઠાલવી રહી ! ને રેણુકા તે જળ પી જઈ બધું, વધુ તૃષાથી રહી પાણી માગી ! નક્કી ઉગારું !” ગગણે સુલેખા ! ને રાત્રિકેરે રથ ભવ્ય પંથે ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જ ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ? (કિશોર), સ્નેહરશ્મિ ૨૪૮

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302