________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
મણિલાલ છોટાલાલ પારેખ
જ્ઞાતે વણિક, રાજકોટના વતની; જન્મ સન ૧૮૮૫માં રાજકોટમાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ રંભાબાઈ છે; લગ્ન સન ૧૯૦૨માં ખાખીજાલીઆમાં શ્રીમતી પ્રાણકુમારી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું; કોલેજ શિક્ષણ બહાઉદ્દીન કોલેજ જુનાગઢ અને વિલ્સન કોલેજ મુંબઈમાં લીધું હતું. યુનિવરસિટીની બધી પરીક્ષાઓ બીજા વર્ગમાં પાસ કરી હતી અને બી. એ; ની ડીગ્રી સન ૧૯૦૮ માં મેળવી હતી.
લેખનકાર્ય અને ધાર્મિક વિચાર એ એમને મુખ્ય વ્યવસાય છે, અને ધર્મને અભ્યાસ એ એમને પ્રિય વિષય છે.
ગુજરાતી નવે શિક્ષિત વર્ગમાંથી ધર્મને પિતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હોય, એવાઓમાં મણિશંકર રત્નજી ભટ્ટ પછી તેમનું નામ અગ્રસ્થાન લે છે, ધાર્મિક વિચારે એમના જીવનમાં ખૂબ પરિવર્તન આણેલું છે, અને પતે જે જાણ્યું, અનુભવ્યું તેને લાભ અન્યને આપવા તે સતત પ્રયત્ન કરતા રહ્યા છે, અને તે નિમિત્તે સંખ્યાબંધ પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતીમાં તેમણે લખ્યા છે, તે મનનીય માલુમ પડશે, તેમ તે પરથી તેમની શક્તિ વિષે આપણને માન પેદા થશે. ખરે, તેમની પ્રવૃત્તિ પ્રશસ્ય છે, તે લોકોપકારી થઈ પડે.
– એમની કૃતિઓ :(9) Mahatma Gandhi (An Essay in ૧૯૨૨
Appriciation) (૨) ઈશુ ખ્રિસ્તનું પૂર્ણ મનુષ્યત્વ (અનુવાદ)
૧૯૨૨ (૩) સેવાનું રહસ્ય
(0)
૧૯૨૮ (૪) હિન્દુસ્થાનમાં ક્ષયરેગ
૧૯૨૪ (૫) સામર્થ્યનું વિજ્ઞાન (અનુવાદ)
૧૯૨૫ () Brahmarshi Keshav Chunder Sen ૧૮૨૬ (૭) Raja Ram Mohan Roy
૧૯૨૭ (c) The Brahma Samaj
૧૯૧૯ (૯) ખ્રિસ્તી મંડળીને ઈતિહાસ
૧૯૨૭ (૧૦) યેહાનની સુવાર્તાની ટીકા
૧૯૨૮
૨૦૦