________________
રંગનાથ શંભુનાથ ઘારેખાન-બી. એ. રંગનાથ શંભુનાથ ઘારેખાન–બી. એ.
} એઓ પાટણના રહીશ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમના પિતાનું નામ શંભુનાથ ત્રીકમનાથ અને માતુશ્રીનું નામ અ.સૌ. અન્નપૂર્ણાબા. તેમને જન્મ સં. ૧૯૨૧ ના માગશર સુદી ૨ ના રોજ દ્વિતીય પુત્રરત્ન રૂપે થયેલો. ધારેખાનના કુટુંબમાં તેમનાથી સાતમી પેઢીએ જગન્નાથ ઘારેખાન થયેલા તેઓ ગુજરાત ખાતે બાદશાહી દીવાન હતા અને તે વખતની તેમની હવેલી અત્યારે પણ રાયપુરમાં મહાલક્ષ્મીની પોળ સામે એમનાજ કુટુંબીઓના કબજામાં છે. આખી નાગરકમમાં ઘારેખાન અવટંકનું માત્ર આ એકજ કુટુંબ છે. તેવા કુટુંબમાં રા. રંગનાથને જન્મ થયેલો. તેમનું લગ્ન પાટણમાં જ ધર્મપરાયણ વૈશ્નવરાજ મજમુંદાર બળવંતરાય તથા શિવદુર્ગાનાં દીકરી સત્યભામા વેરે થયેલું હતું. તેમનાં ધર્મપની સં. ૧૯૬૯ ના આસો વદી ૫ ના રોજ પાંચ પુત્રરત્ન અને ચાર પુત્રીરત્નને બહોળા વિસ્તાર મુકીને વૈકુંઠવાસી થયાં હતાં. ગ્રંથ અને મંથન કારના પુસ્તક પહેલામાં રમેશ રંગનાથ ઘારેખાનની હકીકત આપેલી છે તેમના આ રંગનાથ પિતા થાય.
શ્રી. રંગનાથે પ્રાથમિક અભ્યાસ તેમના પિતાશ્રીની કામદાર તરીકેની નોકરીને પ્રસંગે લાઠીમાં અને પાછળથી પાટણની નિશાળમાં કરેલો. તે વખતે પાટણમાં હાઈસ્કુલ કે સારી ઈગ્રેજી સ્કુલ નહિં હોવાથી પાટણના નાગરે અમદાવાદમાં જ ઈગ્રેજી કેળવણી માટે આવી રહેતા. તે પ્રમાણે ૨. રંગનાથ પણ તેમના મોટાભાઈ માણેકનાથ સાથે સં. ૧૯૩૨-૩૩માં અમદાવાદ આવી તેમના બાપદાદાના રાયપુરના મકાનમાં રહેતા હતા. અને અત્યારે પણ તેઓ નિવૃત્તિપરાયણ થઈને ઘણે વખત અમદાવાદમાં જ રહે છે. આ વખતે માંગરોળનિવાસી નાગર વૈશવરાજ રા. અનંતપ્રસાદ ત્રિકમલાલ પણ અંગ્રેજી અભ્યાસ માટે અમદાવાદમાં રહેતા હતા. તેઓના પ્રમુખપદે ભાળજ્ઞાનવર્ધક સભા સ્થાપવામાં આવી હતી. તેમાં ઘણાખરા, પટણી નાગરો તથા અન્ય કામના તેમના સ્નેહી સંબંધીઓ પણ દર શનિવારે એકઠા મળતા. વારાફરતી દરેકજણ ગમે તે વિષય ઉપર ભાષણ તૈયાર કરી લાવે અને તે ઉપર જેને યોગ્ય લાગે તે વિષે વિવેચન કરે તે નિયમ હેવાથી ઘણાખરા સભાસદે પિતાના વિચારો ગમે ત્યાં છુટથી દર્શાવવાને ટેવાતા હતા. રા. રંગનાથ પણ આ સભામાં આગેવાની ભર્યો