________________
શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ) શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ)
શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતાને જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. તેઓ જાતે સાઠોદરા નાગર હતા અને ખાડીઆમાં હજીરાની પિોળમાં રહેતા હતા. તેમના પિતા વાસુદેવ ગુણવંતરાય મહેતા અમદાવાદમાં
એક મીલમાં સારા હોદા ઉપર હતા. કંચનલાલ પિતાના સૌથી મોટા પુત્ર હતા. પિતાની પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે અમદાવાદમાં જ લીધી હતી. અમદાવાદની ગવર્નમેન્ટ હાઈસ્કુલમાં તેઓ ભણતા હતા ત્યારે નિશાળના સારા વિદ્યાર્થીઓમાં એમની ગણત્રી થતી. અને તેમના અભ્યાસમાંથી હંમેશા પુરસદ કાઢી અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યને અભ્યાસ કરતા. આ ઉપરાંત ડ્રોઈગ અને સંગીતના વિષયમાં પણ તેઓ એટલો જ રસ લેતા.
ઈ. સ૧૯૦૮ ની સાલમાં તેમણે મેટ્રીકની પરીક્ષા પાસ કરી અને અમદાવાની ગૂજરાત કોલેજમાં જોડાયા. ઈ. સ. ૧૯૧૨ની સાલમાં તેઓ મુંબાઈ યુનીવર્સીટીના ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ થયા પછી તરતજ અને તે અરસામાં શ્રી કંચનલાલે પિતાના સાહિત્ય જીવનમાં પગલાં માંડેલા અને “ગોળમટોળ શર્મા ” ના તખલ્લુસથી કવિતા અને હાસ્યરસ પ્રધાન વાર્તાઓ સુન્દરી સુબોધ, વાર્તા વારિધી, ભક્ત વિ. માસિકમાં લખવા માંડેલી અને થોડા જ વખત પછી એટલે લગભગ ૧૯૧૩ ની સાલમાં “મલયાનિલ” ના નામથી નવલિકાઓ લખવાની શરૂઆત કરી. ગ્રેજ્યુએટ થયા પછી અમદાવાદની મેચ ફેકટરીમાં નોકરી લીધી હતી. નોકરી દરમીઆન પણ અંગ્રેજી સાહિત્યને અભ્યાસ તે ચાલુ જ હતું અને શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા અને રામકૃષ્ણ શાસ્ત્રીની મદદ અને સૂચના અનુસાર તેમણે સંસ્કૃત સાહિત્યને પણ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૩ ની સાલમાં એલ. એલ. બી ની પરીક્ષા પસાર કરી ઈ. સ. ૧૯૧૪ ની સાલમાં એમ. એ. ની પરીક્ષા આપવાનું વિચાર કરેલ પરંતુ સંજોગવશાત તે અપાઈ નહિ. ઈ. સ. ૧૯૧૫ ની સાલમાં ફરી એમ. એ; ની પરીક્ષામાં બેસવાનું નક્કી કર્યું અને તે મુંબાઈ પણ ગયા પરંતુ એકાએક શરીર બગડવાથી પરીક્ષા અપાઈ નહિ. આ પ્રમાણે બે વખત એમ. એ ની પરીક્ષા એક યા બીજા કારણે અપાઈ નહિ તેથી તે આપવાનું વિચાર પડતો મૂક્યો અને ઇ. સ. ૧૯૧૬ ની સાલમાં બીજી એલ. એલ. બી. ની પરીક્ષા આપી ડીગ્રી મેળવી. અને ધંધાર્થે મુંબાઈ જવાનું નક્કી કરી “ભાઈશંકર
૨૦૭