________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭.
મહાત્મા ઝંડુ ભટ્ટજી ઉર્ફે કરૂણાશંકર વિઠ્ઠલજી કરૂણાના જ અવતાર હતા અને ગુજરાત કાઠીઆવાડમાં તેઓ ધન્વન્તરીના અવતારરુપ હતા. તે મહાત્માની કરૂણા રા. જટાશંકરભાઈ ઉપર ઉતરી અને તેઓ રા. જટાશંકર માસ્તર મટીને વૈદ્ય બન્યા. હીરાના પારખ હજારે મળે છે પણ સગુણના પારખનાર કોઈક જ હોય છે, તે હીસાબે મહાત્મા ઝંડુ ભટ્ટજીએ ખરો હીર પારખી કાઢયે અને માસ્તર જટાશંકરને વૈદ્યનું વ્યવહારૂ અને શાસ્ત્રીય જ્ઞાન આપી વૈદ્ય બનાવ્યા.
આ રીતે વૈદ્ય જટાશંકરને વૈદ્યક ધંધામાં બરાબર તૈયાર થયેલા જોઈને મહાત્મા ઝંડુ ભટ્ટજીએ કહ્યું કે “અહિં તે મારા ઘણા શિષ્યો છે પણ ગુજરાતમાં મારે કોઈ શિષ્ય નહિં હોવાથી તમારે અમદાવાદ જવું.” મહાત્માની આ આજ્ઞા માથે ચડાવી કેળવણી ખાતાની નેકરીનું રાજીનામું આપી વૈદ્ય જટાશંકર ઇ. સ. ૧૮૯૨માં અમદાવાદ આવી “ગુજરાત આર્ય ઓષધશાળા”ની સ્થાપના, મહાત્મા ઝંડુભટ્ટજીના હસ્તે કરી. દરેક ધંધામાં શરૂઆત મુશ્કેલીભરી હોય છે તેમ શરૂઆતમાં બે ત્રણ વર્ષ વૈદ્ય જટાશંકરને ઘણીજ મુશ્કેલીઓનો સામને કરવો પડ્યો હતો, પણ ડાહ્યા માણસે કદિ નિરાશ થતા નથી અને પિતાનો ઉદ્યોગ બેવડા ઉત્સાહથી ચાલુ રાખે છે. સ્વતંત્ર ધંધે હાથ આવ્યા પછી મહાત્મા ઝંડુ ભટ્ટજીના આદેશ અને સંકેત મુજબ ગુજરાતમાં તંદુરસ્તી અને સુખશાંતિના જ્ઞાનનો પ્રચાર કેવી રીતે કરવો તે સવાલ ઉભો થવાથી વૈદ્ય જટાશંકરે વૈદ્યક૯૫ત માસિક સ્થાપ્યું. આ કાર્યમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓ નડી, અને આઠ વર્ષ સુધી મોટી ખોટ ખમીને આ માસિક ચાલુ રાખ્યું, જે હજુ સુધી નિયમિત સમાજની સેવા બજાવી રહ્યું છે. માસિકના ગ્રાહકેની સંખ્યા વધારવા માટે ભેટ તરીકે વૈદ્યક વિષયનું પુસ્તક આપવાની પ્રેરણું તેમને થઈ અને અન્ય સ્નેહીઓની પણ તે બાબતમાં સંમત્તિ મળવાથી પ્રતિવર્ષ વૈદ્યક વિષયનું એક પુસ્તક ભેટ તરીકે “વૈકલ્પતર” ના ગ્રાહકોને મળવાનું શરૂ થયું. ઉપરાંત હિંદી જાણનારાઓ માટે હિન્દી વૈદ્યકલ્પતરુ પ્રગટ કરવાની શરૂવાત કરી, જે આશરે નવ વર્ષ ચાલ્યા પછી પુરતા ગ્રાહકોના અભાવે બંધ કરવામાં આવ્યું હતું.
સ્વ. વૈદ્યરાજની લેખનશૈલી અલૌકિક હતી. લખાણ લખવામાં તેમનું મન એટલું બધું ઓતપ્રોત થઈ જતું કે તે વખતે ભાગ્યેજ તેમને
૨૧૦