________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે
ભાગ લેતા હતા. રા. અનંતપ્રસાદજીના અમદાવાદથી નિવૃત્ત થતાં આ સભાનું સુકાન પટણી ભાઈઓએ હાથ લીધું હતું અને સૈા વિદ્યાર્થી અવસ્થામાં હોવા છતાં સને ૧૮૮૦-૮૧માં બાલજ્ઞાનવર્ધક માસિક પાનિયું માત્ર એક ફેરમનું (૦-૬-૦ વાર્ષિક લવાજમ અને ૦-૩-૦ પિસ્ટેજ) કાઢયું હતું. તેમાં પણ રા. રંગનાથ લેખ અને કવિતાઓ અવારનવાર લખતા હતા. તે અરસામાં આવું માસિક સ્રાથી પ્રથમજ હતું અને તેનાં ગ્રાહક પણ ૧૨૦૦ ઉપરાંત થયેલા હતા. પરંતુ પાછળથી મેટ્રીકમાં મેટ ભાગ પાસ થવાથી અને ઘણા સભાસદે કોલેજ અને ધંધે વળગવાથી તેની ઉજજવલ કાકીર્દિ હોવા છતાં બંધ કરવું પડ્યું હતું. આ રીતે વિદ્યાર્થી અવસ્થાથી જ રા. રંગનાથને સાહિત્ય તરફ અનુરાગ હતા.
સને ૧૮૮રના નવેંબર માસની મેટ્રિકની પરીક્ષામાં તેઓ પાસ થયા અને ગુજરાત કોલેજમાં દાખલ થયા. તે વખતે હાઈસ્કૂલમાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ કે ચાર છોકરાઓને સ્કોલરશીપ મળતી તેમાં દરેક ધોરણમાં રા. રંગનાથને સ્કોલરશીપ હેયજ. કોલેજમાં પણ તેમને બે વરસ સુધી સર લલ્લુભાઈ સામળદાસ ઑલરશીપ મળી હતી. આ કોલેજની જીંદગીમાં તેમને શેઠ શ્રી ચીનુભાઈ માધવલાલ (પાછળથી બેરેનેટ) શેઠ શ્રી મંગળદાસ ગીરધરદાસ, શેઠ શ્રી સારાભાઈ મગનભાઈ કરમચંદ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા રા. રમણભાઈ મહીપતરામ ( પાછળથી સર ) સાથે સહાધ્યાયી તરીકે સારે નેહ સંબંધ બંધાયો હતો અને તે સંબંધ ઘણાખરા સ્નેહીઓ સાથે તેમના અવસાનપર્યન્ત શુદ્ધ નેહી તરીકે જ કાયમ રહ્યો હતો. - ઈગ્રેજી રાજ્યમાં જ્યારે ગ્રેજ્યુએટને પ્રોબેશનર તરીકે નીમી તેમને મામલતદારની ગ્રેડમાં મૂકવાને વહિવટ દાખલ થયા ત્યારે ગાયકવાડી રાજ્ય પણ તેનું અનુકરણ કરવા માંડયું હતું અને ખાલસાના કેટલાક ગ્રેજ્યુએને તે પ્રમાણે દાખલ કર્યા હતા. રા. રંગનાથ ગાયકવાડી પ્રજા હેવાથી સને ૧૮૮૭માં બી. એ; થયા પછી તેઓને પણ રૂ. ૬૦) ના પગારથી હજુર આ૦ ડીપાર્ટમેંટમાં પ્રોબેશનર તરીકે લેવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે દરેક ઑફિસમાં કામ કરીને હાયર ટેન્ડર્ડની પરીક્ષામાં પહેલે નંબરે ઉત્તીર્ણ થવાથી તેમને રૂ. ૧૦૦)માં વહિવટદાર નિમવામાં આવ્યા હતા. પાણીદારનું પાણી ઝળક્યા વગર રહેતું નથી તેમ રા, રંગનાથની
२०४