________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ભટ્ટશ્રી ગિરિધરશર્માજી નવરત્ન રાજગુરુ
સાહિત્યશિરોમણિ એઓ જ્ઞાતે પ્રકાર નાગર, જુનાગઢના મૂળ વતની, હાલમાં ઝાલરાપટ્ટણમાં નિવાસ કરી રહ્યા છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૩૮ ના જેઠ સુદ ૮ સિંહલગ્નમાં ઝાલરા પાટણ શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ વ્રજેશ્વર ગણેશરામ બળદેવજી ભારદ્વાજ અને માતાનું નામ પાનકોર ઉર્ફે પન્નીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૬૩માં જયપુરમાં શ્રીમતી રતનતિ સાથે થયું હતું.
આપણી જુની પદ્ધતિએ એમણે અભ્યાસ કર્યો છે; હિન્દી, સંસ્કૃત પ્રાકૃત, પાલી, બંગાળી, ફારસી, ઉર્દૂ વગેરે ભાષાઓનું સારું જ્ઞાન ધરાવે છે. વળી દર્શન અને સાહિત્ય ગ્રંથનું અધ્યયન કાશીમાં મહામહોપાધ્યાય ગંગાધરજી પાસે કર્યું હતું અને એમની એ વિદ્વતાને લઈને તેઓ સંસ્કૃત કોલેજમાં પરીક્ષક પણ વખતોવખત નિમાય છે.
સાહિત્ય, દર્શનશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર એમના પ્રિય વિષય છે.
ગુજરાતીમાં કવિવર ટાગોરકૃત “Cresent Moon ”ને તરજુમે એમણે કરેલો છે. પ્રસંગોપાત ગુજરાતી માસિકોમાં, સાપ્તાહિકમાં લેખો લખે છે; ગુજરાતથી દૂર રહેવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે સંપર્ક એમણે છોડ નથી. ખુશી થવા જેવું એ છે કે ગુજરાતી પુસ્તકો હિન્દીમાં ઉતારી, ગુજરાતી સાહિત્યની બહુ સ્તુત્ય સેવા એઓ કરે જાય છે.
-: એમની કૃતિઓ :– (૧) બાલચંદ્ર (૨) અમર વસુધા (ઉમર ખય્યમની રૂબાઈઓનું ભાષાન્તર) (૩) રાઈકા પર્વત ( હિન્દી ભાષાન્તર ). (૪) જયા જયન્ત ( 9 ). (૫) સરસ્વતીચંદ્ર ( 5 ) (૬) યુગપલટો ( , ). (૭) મહાસુદર્શન ( ) (2) પ્રેમકુંજ ( 1 ) (૯) ઉષા ( (૧૦) નીતિશાસ્ત્ર (ગુજરાતી ભાષાન્તર) (૧૧) ગંગાલહરી ( , )
૧૯૦