________________
ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયજી
માસિક-પત્રિકા “સરસ્વતી ”માં તેમની ખૂબ પ્રશસ્તીઓ ફેલાઈ. મુનિશ્રી સંસ્કૃતના હાટા લર-Scholar છે. સંસ્કૃત ભાષા પર તેમને અસાધારણ કાબૂ છે. કવિત્વ-શક્તિ તેમને બાળપણથીજ છુરેલી છે. તેમની કવિતાનું પ્રધાન સૌષ્ઠવ “પ્રસાદ” ગુણ છે. આથી જ તેમના કાવ્યો તરફ વિદ્વાનોના મન આકર્ષાય છે. તેમણે દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ અને સમાજવિષય ઉપર જળહળતું કવિત્વ છાંટયું છે. તેમની “વીર-વિભૂતિ ' અને “કાન્ત-વિભૂતિ ” “મુદ્રાલેખ” “દીનાક્રન્દનમ ” અને “દીક્ષા દ્વાર્થિશિકા' માં કાવ્યસૈન્દર્ય સાથે વણાયેલી દાર્શનિક અને સામાજિક વિચાર સંસ્કૃતિ ખૂબજ રસપ્રદ છે. તેઓએ પોતાના મિત્રો, સ્નેહીઓ અને વિદ્યાર્થીઓને ઉપદેશ રૂપે સંસ્કૃત કવિતામાં પત્રો લખેલા, જેમાંના કેટલાકનો સંગ્રહ, “સંદેશ” નામથી પ્રકાશિત થયો છે. ૧૯૭૪માં તેમણે જનધર્મના તત્વોને સંક્ષિપ્તમાં સમજાવતે “જૈનદર્શને ” નામને ગ્રંથ ગુજરાતીમાં લખે, જે જેનોની અનેક પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક રૂપે પસંદ કરાયેલ છે. ૧૯૭૮ થી તેઓ દક્ષિણમાં અને માળવામાં સ્વતંત્ર પણે વિચર્યા. ત્યાંની પ્રજાએ તેમની સાહિત્ય પ્રવૃત્તિ અને વ્યાખ્યાન શક્તિને બહુ સત્કારી. નાગપુર, બડનગર, ઉજજૈન, ઈદોર વિગેરે ગામોના ધુરંધર પંડિતાએ તેમને માનપત્ર આપી તેમને આદરસત્કાર કર્યો. માળવામાં રાજગઢ, વખતગઢ, દેવાસ વિગેરે સંસ્થાનના નરેશોએ તેમના પ્રવચન સાંભળી તેમને માનભરી દષ્ટિથી જોવા લાગ્યા. ૧૯૮૩માં તેઓ ગુજરાત તરફ પાછા ફર્યા. સમાજના જાહેર પેપરો દ્વારા અનાવશ્યક રૂઢિવાદ હામે ક્રાન્તિ ઘોષક વિચારો રેલાવ્યા. સમાજમાં ત્યારે ખળભળાટ મચે.
- ૧૯૮૩ માં તેમણે “વીરધર્મનો ઢંઢેરો” નામનું પુસ્તક વઢવાણ કેમ્પથી પ્રગટ કર્યું. તેથી સમાજમાં હીલચાલ મચી સંકુચિત પત્રાએ તેમના માટે ખૂબ ટીકા કરી. બદલામાં મુનિશ્રી જાહેર પત્રો દ્વારા તેમને અભિનંદન આપ્યું. ૧૯૮૪ માં તેમણે “વીરધર્મને પુનરૂદ્ધાર' પુસ્તક માંડળમાં પ્રકાશિત કર્યું. આ વખતે સમાજ સળગી ઉઠે. એ પુસ્તકની જેમ જેમ આવૃત્તિઓ પ્રગટ થતી ગઈ તેમ તેમ વિરોધ વધતો ગયો. ૧૯૮૫ માં તેમણે અયોગ્ય-દીક્ષા હામે ક્રાન્તિ જગવી. અને “વર્તમાન સાધુ-દીક્ષા સંબંધે મારા નમ્ર ઉદ્દગારે” એ નામને નિબંધ વડોદરામાં પ્રગટ થયા. ૧૯૮૬માં તેઓ સુરત અને ૧૯૮૭ માં બારડોલી તરફ વિચર્યા. રાષ્ટ્રવાદની ચળવળમાં તેમણે ખુબ સાથ આપે. લેખો અને