________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
નસ્થસિંહ હા. ચાવડા
ભાઈશ્રી ચાવડા વડોદરા રાજ્યાન્તર્ગત બીલોદરા ગામના વતની હાઈ જાતે ચાવડા-રાજપૂત છે. તેમને જન્મ ત્યાંજ તા. ૧ ઓગસ્ટ ૧૯૦૬ ના રોજ થયો છે. તેમના પિતાશ્રીનું નામ હાથીભાઈ ગો. ચાવડા અને માતાનું નામ શ્રીમતી લાલબા સ. ભાટી હતું. લગ્ન સને ૧૯૨૭માં વિસનગર મહાલના ઉદલપુર ગામે થયેલું છે.
વતનમાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મહા ગૂજરાતના પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતા જાગુટેના ભારતી–ભવન (અમદાવાદ) માં બે વર્ષ કલાક તરીકે નોકરી કરી, પોતાના વિદ્યાગુરુના “શિક્ષક થનારે આજન્મ વિદ્યાર્થી રહેવું આવશ્યક છે.” એ સૂત્રના પાલનાર્થે અનેક દુપ્રાય પુસ્તકનું અધ્યથન કર્યું ત્યારબાદ એક વર્ષ રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા.
તેમના પિતા ભરૂચ જિલ્લામાં એક માનનીય ફોજદાર હતા, પિતાના સ્વર્ગવાસથી વતનમાં આવી વડોદરાની મેઈલ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થયા, ત્યાં બે વર્ષ શિક્ષક માટેની તાલીમ લઈ આવી હાલ રાજ્યના કેળવણીખાતામાં શિક્ષક તરીકે ચાલુ છે. સને ૧૯૨૯ થી તેમણે પુરાતત્વ વિષયને ખાસ અભ્યાસ શરૂ કર્યો હેઈ “ક્ષત્રિયમિત્ર” દ્વારા અનેક ઉપયોગી લેખ પ્રગટ કર્યા છે.
ઇતિહાસ અને ગૂજરાતી તેમજ હિન્દી ભાષા એ એમના પ્રિય વિષયો છે. હિન્દી ભાષા તરફ તેમને પ્રેમ હોઈ અમદાવાદની મહિલા પાઠશાળાના એક વિદ્વાન અધ્યાપકને આશ્રયે હાલ “વિશારદ' નો અભ્યાસ કરે છે; અને પ્રાચીન રાજવંશને ઇતિહાસ લખે છે.
– એમની કૃતિઓ – (૧) વીણેલાં ફૂલ
૧૯૨૭ (૨) ચાવડાવંશને ઈતિહાસ
અપ્રસિદ્ધ (૩) ક્ષત્રિય કવિઓ અને સાક્ષરે
અપ્રસિદ્ધ
૧૯૪