________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
પરફાર (=પારસીના), વારંમર૬ (=વહાલમનું, વહાલાનું) માતારિ (=માનું), એવાં રૂપ નજરે પડે છે. મારવાડીમાં થાપ (=તારે) વાઘ (=બાપનો) અને બંગાળીમાં મામાર (=અમારું) અને રામેર (રામનું) એવા
ર” કારવાળા છઠ્ઠીના પ્રત્યય હાલ પણ છે. હિંદીમાં મેર, , તેd, તુર એવા સર્વનામનાં છઠ્ઠીનાં રૂપમાં “ર” છે, પણ તે સિવાય છઠ્ઠીને પ્રત્યય લે છે.
આ પુસ્તકની સાલ પહેલાં સાડા છસે વર્ષ ઉપર લખાયેલું જણાતું એક ગુજરાતી વાક્ય દાક્તર હરિલાલ હર્ષદરાય ધ્રુવને પાટણમાં એક પ્રતિમા નીચેના લેખમાં મળી આવ્યું છે. શ્રી કરાર રાફી મહિલા verળ ૩મામહેશ્વર કથાના છેવિ. સં. ૮૦૨ એવું એ વાક્ય છે. પરંતુ રાકની એવું છઠ્ઠી વિભક્તિનું રૂપ અને છે એવું માનું રૂપ એ સમયે પ્રવર્તમાન હોય એમ લાગતું નથી; કેમકે તે પછી ઘણા કાળ સુધી એવાં રૂ૫ વપરાયાં નથી અને સંવત ૮૦૨માં ઉમામહેશ્વરની સ્થાપના થયેલી એ વાત ઘણાં વર્ષો પછી એ સ્થળે લખેલી છે એમ જણાય છે.
મુગ્ધાવબોધ ઔક્તિક' પછી આગળ ચાલતા જઈએ છીએ તેમ ગુજરાતી ભાષા હાલના સ્વરૂપ તરફ વધારે બંધાતી જોઈએ છીએ. અને તે હકીકત કવિતા કરતાં ગદ્યમાં વધારે સ્પષ્ટતાથી જણાય છે. “gવાની નામે પુસ્તક “મૈક્તિક’ પછી થયેલું છે તેમાંથી થોડાં વાક્ય ઉતારીએ.
कुंडिन नगरि भूधर वणिक्पुत्र । तेहनि पुण्यना क्षयतु धननु क्षय होउ। धनना अयतु सगे सहूइ छाड्यु । गतमान होउ। पोति घणा दिवसनी लोहतुला हूंती। ते अनेरानि धरि मुकीनि देशांतरिग्यं । केतले दिवसि वली धन उपार्जी आव्यु । - “સંગે સહુએ” વચન આજ પણ પ્રચલિત છે. “દૂતી” એ રૂ૫ હજી સુધી સુરત તરફ છે અને “યં” ને મળતું કાઠીઆવાડી રૂપ "ગો” છે.
આ પછી સંવત ૧૫૦૮માં રચાયેલા “વસંત વિલાસ” માંના બે દુહા લઈએ.
नाहु निछिछि गामटि सामाटि मय गअजागि । मयण महाभड असहिइ सही हिडइ हाइ बाणि ॥ ईणं परि कोइलि कुंजई पूंजई जुवति मणोर । विधुर वियोगिनी धूजई कुंजई मयण किशोर ॥
હ7