________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
આ રીતે, સંસ્કૃત પરથી થયેલી આ દેશની બધી ભાષાઓમાં છઠ્ઠી વિભક્તિને પ્રત્યય નથી, પણ તે વિભક્તિને અર્થ દર્શાવવા બીજી વાગઘટના સંસ્કૃત પરથી લેવામાં આવી છે. છઠ્ઠી જેવી મહત્ત્વની વિભક્તિમાં synthetical સ્વરૂપ લુપ્ત થયું છે એ આ ભાષાઓનું analytical સ્વરૂપ પ્રધાનપણે દર્શાવે છે.
- અધિકરણ દર્શાવનારી સાતમી વિભક્તિને “ઈ' પ્રત્યય તે સંસ્કૃત : પ્રત્યય જ છે. સંસ્કૃતમાં તે અમુક નામ માટે છે, પણ ગુજરાતીમાં તે બધાં નામ માટે વપરાય છે. સંસ્કૃતમાં સ્ટોર ની સાતમી વિભક્તિ સ્ત્રો થાય અને નવા ની જવાનું થાય, પણ ગુજરાતીમાં તે “લેકે ” તેમજ “નદીએ 2114. Analyticel *2 cha 41 synthetical 34440 ezer ગુજરાતીમાં નરમ થઈ ગયું છે, અને “માં” લગાડવાથી થતાં “લોકમાં”
નદીમાં” એ રૂ૫ વધારે પ્રચાર પામે છે. “માં” પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃત મળે ઉપરથી “માંહે” અને “માં” એમ વ્યુત્પત્તિ થઈ છે.
સંસ્કૃત વિભક્તિઓનું બળ આમ ઘટી જવાથી, વડે, કરીને, માટે, સારૂ, કાજે, પાસે, પાસેથી, આગળ, આગળથી, અંદર, અંદરથી, પર, ઉપર, એવા અનેક ઉપસર્ગો વિભક્તિઓના અર્થ દર્શાવવા અથવા વિભક્તિઓના અર્થમાં પૂરણ તથા પિષણ કરવા ગુજરાતીમાં વપરાય છે.
હિંદી ભાષામાં વિભક્તિઓના અર્થના ભેદ ગુજરાતીથી ઓછી છે. જાતિની બાબતમાં હિંદીએ જાતિભેદ જ લગભગ કાઢી નાખ્યો છે. નાન્યતરજાતિ તે માત્ર વ્યાકરણની કલ્પના હોવાથી અને વસ્તુસ્થિતિમાં ન હોવાથી હિંદીએ તે જાતિ જ કાઢી નાખી છે. નારી જાતિ પણ ફક્ત પ્રાણીઓમાં જરૂરી છે, અને પદાર્થોમાં વાસ્તવિક રીતે જાતિ ન હોવાથી તે જરૂરની નથી એમ હિંદીએ ગયું છે. પ્રાણીઓમાં જ્યાં વાસ્તવિક રીતે જાતિ છે ત્યાં પણ હિંદી ભાષા જાતિને બહુ જરૂરની ગણાતી નથી. હિંદીમાં તરત આ કહેવાય અને અંત માં પણ કહેવાય. વચન અને જાતિની સંકુલતા હિંદી ભાષામાં આમ ઓછી હોવાથી ગુજરાખી ભાષાનું બંધારણ એટલે અંશે હિંદીથી જુદું પડે છે.
ક્રિયાપદનાં રૂપમાં synthetical બંધારણના અંશ વધારે રહેલા છે. ઉપર વર્તમાનકાળ અને ભૂતકાળનાં રૂપ વિશે કહ્યું છે. ભવિષ્યકાળ દર્શાવવા આવીશ”, “જશે', એવી રીતે પ્રત્યય ધાતુમાં દાખલ થઈ રૂપ બને છે. “આવે છે,” “ગયો હતો, એવાં રૂપમાં ક્રિયાની વિશેષ રીત
૧૨૨