________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ઈ. સ. ૧૨૬૦
ઈ. સ. ૧૩ મું શતક-મલ્લિનાથ ટીકાકાર અને તેમના પુત્ર નરહરિ–કાવ્યપ્રકાશના સરસ્વતીતી નામના-ટીકાકાર થયા. દેવિગિરના યાદવરાજા મહાદેવે ગુજરાત ઉપર હુડાઇ કરી અને વિશળદેવ ઉપર વિજય મેળવ્યા. તેના મુખ્ય અમાત્ય હેમાદ્રિ એણે ચર્તુવર્ગ ચિન્તામણિ નામને ગ્રન્થ તથા વાગ્ભટ્ટ પર ટીકા લખી. હેમાદ્રિના આશ્રિત એપદેવ હતા. તેણે હરિલીલા, શતક્ષેાકી વગેરે ગ્રન્થા લખેલા છે-બધા સંસ્કૃતમાં છે. આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું. સસ્કૃત ગ્રન્થા ઉપર વાર્ષિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-માંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષણસૂરિ હતા.
કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતા.
ઈ. સ. ૧૨૯૨
ઈ. સ. ૧૨૯૩
ઉપસંહાર-સુરતસહિત આખા ગુજરાત કાઠીયાવાડમાં રજપુત રાજાએનો અમલ હતા અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્રામાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત મ્હાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિન્દી ભાષાને અને તામિલ સાહિત્યના ઉત્તર દક્ષિણમાં જન્મ થયા હતા. રજપુત રાજાએ વિષયે ભાટચારણાના રાસા વગેરે–રાસમાલા–ગુજરાતી ભાષાની મ્હેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષા-એમાં લખાયા. કંઈક મારવાડી, કંઇક વ્રજ અને કંઇક બીજી ભાષામાંથી મિશ્રણ તેરાજકવિઓનીભાષા હતી. અને બ્રાહ્મણ જૈન વિદ્વાનાના સાહિત્યની ભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વાંના મિશ્રણરુપે ખેલાતી હૈાવી જોઇએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ વખતની ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ધણા થાડા ફેરફાર સાથે ખેલાય છે (જેમકે, ઢાહિત્રને સ્થાને દેત્રા, પૌત્રને સ્થાને પોત્રા વગેરે), પણ તેમાં સાહિત્ય નથી. મુસલમાન યુગમાં ગુર્જર સાહિત્ય
(અ). ૧૨૯૮-૧૪૨૦
(અણુહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન મુબાએ વગેરેની હાડમારીમાં પડ્યું ત્યાંથી તે ૧૪૧૭ માં અમદાવાદ બંધાતા સુધી )
૧૩૨