________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ભિક્ષુ અખંડાનંદજી
[ લેાકસંગ્રહની દૃષ્ટિએ સ્વામી શ્રી ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અજોડ છે. પરબ્રહ્મની જોડે તાદાત્મ્ય સાધવાની લગનીવાળા એ આજન્મ વિરાગવૃત્તિધારીએ, છ આનાના દેવદારના ખેાખાના ટેબલથી શરૂઆત થઇને ગુજરાતને ગામડેગામડે જ્ઞાનથી પરખે પહેાંચાડનારી ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' જેવી વિસ્તૃત અને માતબર સ્થિતિએ પહેાંચેલી સંસ્થાની ઉત્પત્તિ અને સ્થિતિ કઈ તાલાવેલીથી, કેટલી તનતે।ડ મહેનત અને કેવી અદ્ભુત ત્રવાશક્તિ તથા વ્યવહારકુશળતાથી સાધી એની કથા આ નીચેના રેખાચિત્રમાં નથી. વરસેાની સતત લેાકસેવા પછી આજ પક્ષાધાતને લીધે અનિચ્છાએ નિષ્ક્રિય થઇ પડેલા એ લોકસેવકના હાથ તળે તાલીમ પામવાનું સુભાગ્ય આ લખનારને મળ્યું છે, અને કેઈ કાળે એ શ્રમસાધ્ય જીવનની વાત આ પાનાંએ ઉપર આપવાની અભિલાષા છે. પરંતુ તે દરમ્યાન, પ્રસિદ્ધિના સદા અણુગમે સેવનાર એ સાચા સંન્યાસીના પૂર્વજીવનની કથા કહેતું આટલું આ રેખાચિત્ર, એવી જ લાંખી તાલીમ પામેલા ભાઈશ્રી ત્ર્યંબકલાલ શુક્લ તરફથી આપણને મળે છે એ પણ એક માંઘી પ્રાપ્તિ છે એમ સમજી શારદા 'માંથી એ તારવીને આ નીચે ઉતાર્યું છે.]
-e4.
સ્થૂળકાય છતાં તેજ પુંજ સમા ઝગઝગતા ચહેરાવાળા કેાઈ સંન્યાસીને, સાથી સાથે અથવા એકાકી, કાઇ દિવસ સંધ્યા સમયે અમદાવાદમાં એલિસબ્રિજ ઉપરથી પસાર થતા કે મુંબઈમાં કાગળાના વેપારીઓને ત્યાં જતા આવતા જોયા હાય તા જાણજો કે એ ‘ ગરીબેને સાહિત્યજલ પાતા, ગુજરાતને ગામડે ગામડે જેનાં પ્રકાશના પહેાંચી ગયાં છે તે સસ્તું સાહિત્ય વક કાર્યાલયના એકનિષ્ઠ સંચાલક કમચાગી અખડાન દજી,’
વીર વિક્રમનું ૧૯૩૦ મું વર્ષ હતું. ખેડા જિલ્લાના એારસદ ગામમાં જગજીવન ટૅક્કર નામના એક હાશિયાર અને ધાર્મિક વૃત્તિવાળા વેપારી હતા. દરિયામાગે વહાણા ભરીને તેઓ માલ મંગાવતા અને પેાતાને લાખડ, ચિનાઈ વાસણ તથા અનાજના ધધારેાજગાર ધમધેાકાર ચલાવતા. તેમને રિયા નામનાં એક પવિત્ર, ધર્માત્મા, સુશીલ, ઉદાર ને દાનશીલ પત્ની હતાં. તેમને ગૃહસ્થાશ્રમ સુખશાંતિમાં ચાલતા હતા. હરગોવિંદ, શિવલાલ અને મેાહનલાલ જેવા ત્રણ ત્રણ ભડવીર દીકરા અને પાર્વતી તથા સદા
૧૭૮