________________
ભિક્ષુ અખંડાનંદજી
મેન નામની એ દીકરીએ હતી. આખા યે કુટુંબમાં આનંદ આનંદ હતા. પૈસેટકે એ કુટુંબ સુખી ગણાતું. પણ તેમના ભાગ્યમાં હજી એક પુત્રરત્નને જન્મ આપવાનું નિર્માએલું હતું. તે સૌથી નાના અને છેલ્લા પુત્રરત્ન તે અત્યારના આપણા ભિક્ષુ અખંડાનંદ,
જગજીવન કરને ત્યાં સવારથી તે સાંજ સુધી કાઈપણ અભ્યાગતને માટે અનાજની લ્હાણી તા ચાલુ જ રહેતી. એમને, ધંધારોજગાર ઘણું સારા ચાલતા અને તેએ ગામના એક અગ્રગણ્ય સજ્જન ગણાતા. સંતસેવી અને ભક્તિપરાયણ પણ હતા. તેમને ત્યાં સંત મહ ંતેાના અખાડા જામતા અને પંગતેાની પગતા પડતી. આવા સાધુહૃદય અને સેવાપરાયણ પિતા તથા ભક્તિમયી માતાના પૂર્વ સંસ્કારા લઈ બાળક લલ્લુએ કોઇ પુણ્ય દિવસે આ સંસારમાં પગલીએ પાડી.
કુળગુરુ મેાહનદાસજી સાપર તરફથી પેાતાના સંતમંડળ સાથે એરસદ આવે ત્યારે જગજીવન કરને ત્યાં જ ઉતારે! કરતા. એક દિવસ મહંતજીને ખેરખા લઈને બાળક લલ્લુભાઇ રમે છે અને એ બેરખાના મણુકા ચૂસ્યા જ કરે છે. મહંતજી આ જોઈ આશ્ચર્યચકિત થાય છે. બાળકની ભવ્યતા જોઈ તેઓ ભવિષ્ય ભાખે છે કે આ બાળક ભવિષ્યમાં કાઈ સમર્થ સંન્યાસી નીવડશે.' આ વાત સાંભળી કુટુંબમાં ક્ષેાભ થયેા. પશુ દિવસેા જતાં એ ભુલાઈ ગઈ.
સાત વર્ષના થયા એટલે લલ્લુભાઇને કુટુંબનાં બીજાં બાળકો સાથે ઉમિયાશંકર મહેતાજીના હાથ નીચે કકકા ને એકડા છૂટવા મૂક્યા. ત્રણેક વર્ષમાં બારાખડી અને આંક વગેરે પૂરાં કર્યાં પછી તેમને ગુજરાતી નિશાળમાં મૂકવામાં આવ્યા.
બારતેર વર્ષની ઉમરમાં લલ્લુભાઈ એ છસાત ચેાપડી પૂરી કરી અને તે જ અરસામાં, એટલે સંવત ૧૯૪૭ માં, પિતાશ્રી દેવલોક પામ્યા એટલે આખુ યે કુટુંબ ખંભાતથી સાતેક ગાઉ દૂર સારાદ ગામમાં રહેવા ગયું. ત્યાં યે દુકાન ચાલતી જ હતી. મેાટા ભાઈએ વગેરે ત્યાં જ રહેતાં હતાં. એ બધાને પરણાવી દીધેલા હતા, અને તેજ પ્રમાણે નાના લલ્લુને પણ બાળપણમાં સાતમે આઠમે વર્ષે જોતરૂં વળગાડી દીધું હતું.
હવે તા દુકાને બેસવાનું થયું અને બીજું કામકાજ પણ માથે પડયું. શાળામાં ગાંધાઈ રહેવા પ્રત્યે તિરસ્કાર છતાં વાચનને રસ જાગેલે
૧૭૯