________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. છ
માગે છે; પશ્ચાત્તાપ કરે છે અને વિલીન થઈ ન્નય છે, અને સ્વામી અખંડાનંદ અનુપમ જ્યંતિને માર્ગે સંચરે છે.
સાથે લીધેલા છસે રૂપીઆ ઉત્તર હિંદમાં દુષ્કાળ કે રૈલ સંકટમાં પડેલા દીન દુ:ખીઓની સેવામાં ખર્ચી નાંખે છે અને અખંડાનંદજી હૃષિકેશ તથા ઉત્તર કાશીને રસ્તે હિમાલય જવા ઉપડે છે. ગઞાત્રીની યાત્રા કરે છે. એ સાત્વિક તપામિનાં હવાપાણી અને ઉમદા અસરે માં તથા પાવનકારી વાતાવરણમાં રહી અધ્યયન, મનન ને નિદિધ્યાસ આદરે છે. ધ્યાન, ધારણા ને સમાધિના કાંઈક અનુભવ પણ લે છે. અનેક સંત મહાત્માઓનાં ચરણ સેવે છે. સત્સંગને લાભ લે છે. આ જ અરસામાં તેમને બ્રહ્મનિષ્ઠ સ્વામી રામતીર્થજીનાં દર્શન થાય છે અને એકાદ બે માસ કાશી વગેરે તરફ તેમની સાથે રહેવાના લાભ મળે છે.
અખંડાનંદજીએ કેટલાક ગુરુએ કરેલા, પણ સ્વામી રામતીજીની સાથે જે સમય ગાળેલા તેમાં તેમની બધી ગૂંચા- મૂંઝવણે-ઉકલી ગઈ હતી અને આત્મસંતાય થયા હતા
આ પછી તેએ મુંબાઈ આવેલા ત્યારે કાઈ બુકસેલરને ત્યાં ભજનની એક ચોપડી લેવા ગએલા. કિંમત જોઈ તે ચાર પાંચ ગણી ચડાવેલી. વિચાર આવ્યા કે આ સ્થિતિમાં જ્ઞાનપિપાસુ ગરીમેની શી દશા ? પણ કરવું શું ? ત્યાં અચાનક પૂર્વાશ્રમના કુટુંબીમાંથી કોઇ સંબંધીના મૃત્યુને પત્ર આવ્યા. તે સાથે ત્રણસા જેટલી રકમ ધર્માંદામાં ખર્ચવાની વૃત્તિ જણાવી. સ્વામીજીને ભાગવતનું પારાયણ કરતાં એકાદશ સ્કંધ ખૂબ ગમી એલા, એટલે આ પૈસામાંથી ખેટ ખાવી પડે તે ખાવી એવી ગણત્રી રાખીને એકાદશ સ્કંધની હજારેક પ્રત છપાવીને પાંચેક આનાની કિંમત રાખી. આમ સ્વામીજીએ સાહિત્ય પ્રચારમાં પહેલાં પગલાં માંડયાં. હવે તે સ્વામીજી ખાવાજી છતાં યે ચેાપડીએનાં પાકીટ બાંધનાર, રવાના કરનાર અને ધર્મપુસ્તકના પ્રચારક બન્યા. તે જ અરસામાં સ્વર્ગનાં પુસ્તકાના ઇજારદાર સ્વ. શ્રી અમૃતલાલ સુંદરજી પઢિયાર સ્વામીજીને મળ્યા. તેમને સ્વામીજીએ પ્રસિદ્ધ કરેલું આ પુસ્તક બહુ ગમ્યું હતું અને તે પણ સાહિત્યપ્રચારની આવી કોઇ પ્રવૃત્તિ થાય તે સારૂં એમ ઈચ્છતા હતા. સ્વામીજીને તે આ પછી અનેક પ્રકારના શુમ સાહિત્યના પ્રચારના વિચારે તે યાજના મનમાં આવવા લાગ્યાં હતા. એમ કરતાં કરતાં એકાદશ સ્કંધ ખલાસ
૧૮૨