________________
કૃષ્ણલાલ સુરજરામ વકીલ
કૃષ્ણલાલ સુરજરામ વકીલ
કૃષ્ણલાલ સુરજરામ વકીલ સુરતના વતની ને જ્ઞાતે વામિક કાયસ્થ છે. એમનો જન્મ સુરત શહેરમાં તા. ૧૩ મી ઑકટોબર ૧૮૭૮ ને દિવસે થયો હતો. એમના પિતાનું નામ સુરજરામ ધીરજરામ અને માતાનું નામ લક્ષ્મી હતું. એમનું લગ્ન સુરતમાં સને ૧૯૦૦ માં શ્રીમતી ચંદાગીરી જમીએતરામ સાથે થયું હતું.
એમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુરતમાં અને કોલેજ શિક્ષણ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું હતું.
માધ્યમિક અભ્યાસ દરમિયાન એમને સુરતની સરકારી હાઈસ્કૂલમાં સરકારી હાઈસ્કૂલ ઑલરશિપ મળી હતી અને કોલેજ અભ્યાસ દરમિયાન એલ્ફિન્સ્ટન કૅલેજમાં મહારાજા ગાયકવાડ ઑલરશિપ મળી હતી. કૅલેજના અભ્યાસ દરમિયાન એ શેઠ ગોકુળદાસ તેજપાળ બેડિંગ સ્કૂલમાં ફ્રી બૈર્ડર તરીકે પસંદ થયા હતા. એઓ સને ૧૮૯૯ માં બી. એ.; થયા હતા.
એમણે જીવનની શરૂઆત હાઈસ્કૂલ શિક્ષક તરીકે કરી હતી. પ્રથમ મુંબઈમાં ગોકુળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં ને ન્યૂ હાઈસ્કૂલમાં તથા સુરતમાં યુનિયન હાઈસ્કૂલમાં અને પછી અમદાવાદમાં સરકારી હાઈસ્કૂલમાં. ત્યાર પછી એમની નીમણુક ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના એક કારકુન તરીકે, અમદાવાદ જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે, અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૅલેજમાં શિક્ષક તરીકે, પંચમહાલ-રેવાકાંઠાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે, સુરત જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે, મુંબઈ ઈલાકાના ડાયરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશનની ઑફિસના સુપરિન્ટેન્ડન્ટ તરીકે તથા તેમના હેડ આસિસ્ટન્ટ તરીકે, મુંબઈ ઈલાકાના ટ્રેનિંગ સ્કૂલના ઈન્સ્પેકટર તરીકે, તથા ઉત્તર તથા દક્ષિણ ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે થઈ હતી. એ પ્રમાણે એઓ ધીમે ધીમે છેક નીચી પાયરી પરથી કેળવણીખાતામાં દેશીને મળી શકે તેટલી ઉંચી પાયરીએ ચઢયા હતા અને ઇન્ડીઅન એજ્યુકેશનલ સર્વિસમાં દાખલ થયા હતા. એમ ત્રીશ વર્ષ સરકારી નોકરી કરી સને ૧૯૩૩ માં એઓ પેન્શન પર ગયા હતા. પણ પાન લીધા પછી તરતજ એમને કોલ્હાપુર દરબારે બોલાવી ત્યાં
१८७