________________
ભિક્ષુ અખંડાનંદજી
થઈ ગયો ને સ્વામીજી હષિકેશ તરફ પડી જવાના વિચારમાં હતા. ત્યાં ગીતાની સસ્તી આવૃત્તિ કાઢવાને વિચાર મનમાં જ ને તેની પ્રથમ આવૃત્તિ પાંચ હજાર પ્રત જેટલી કાઢી. એક ભાઈને તેની વ્યવસ્થાનું કામ સોંપી તેમણે હિમાલય જવાની ગણત્રી રાખેલી પણ ગીતાની આવૃત્તિ ખલાસ થાય ત્યાં સુધી તો તેમણે રોકાઈ જવું પડે તેમ લાગ્યું. એટલે મુંબાઈના હવાપાણ પ્રતિકૂળ લાગવા છતાં યે ત્યાં રોકાયા. પછી તે કઈ ઈશ્વરી સંકેતથી વિવિધ ગ્રંથમાળા શરૂ થઈ, ચરિત્રમાળા અને બહદ ગ્રંથમાળા પણ કાઢી ને તેને સારો લોકાદર મળે. ધારવા કરતાં યે વિશેષ ગ્રાહકસંખ્યા થઈ. કેટલીક મદદમાં શ્રી પઢિયાર તે હતા જ; તે ઉપરાંત આફિસકામ વગેરે માટે ભાઈ વેણીશંકરને રોક્યા ને કામ ચલાવ્યું. તે અરસામાં આ બધું ચલાવનારી એક મંડળી અથવા કમિટી જેવું પણ બનાવેલું.
આ રીતે સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળની મુંબાઈમાં શરૂઆત થયા પછી તેની અમદાવાદ ખાતે શાખા ખોલવામાં આવી અને સ્વામીજી પણ ત્યાં આવ્યા અને હષીકેશ રહ્યા રહ્યા જ્ઞાન તથા ચારિત્ર્યવર્ધક સાહિત્યના પ્રચારનું કામ કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે સ્વામીજીને હિમાલય તરફ ચાલ્યા જવાનું તે આ લપ છોડવાનું ઘણું યે મન થાય, પણ પરમાત્મા એવા સંજોગો ઊભા કરે કે તેઓ આ બધું છોડીને તદ્દન છૂટા તો થઈ શકે જ નહિ. કંઈક ને કંઈક વધી જાય અને કામ ચલાવ્યે જ રાખવું પડે. આમ ઈશ્વરેચ્છાને અનુકૂળ થતાં થતાં અને તેને વધાવી લેતાં લેતાં ભિક્ષુ અખંડાનંદજીએ પહેલાં દસબાર વર્ષમાં કેટકેટલાંયે ગ્રંથરને માતા ગુર્જરીને ચરણે ધર્યાં અને એ બધે સાહિત્યપ્રચાર કરતાં કરતાં સ્વામીજીને કેવા કેવા સંજોગોમાંથી પસાર થવું પડ્યું તથા “સસ્તું સાહિત્યની સંસ્થા કેમ અસ્તિત્વમાં આવી તથા જામી તે વિષેનો તેમણે પોતે જ લખેલે રસિક, ઉત્સાહપ્રેરક અને વિવિધ અનુભવથી યુક્ત અહેવાલ “ઉત્પત્તિ, સ્થિતિ ને ભવિષ્ય' નામના એ સંસ્થાના પુસ્તક ઉપરથી મળી શકે છે. એ પુસ્તક ખાસ કરીને લેકસેવાનાં ક્ષેત્રમાં કામ કરનાર લોકસેવકએ અને લોકસેવા પ્રેમી યુવક યુવતીઓએ અવશ્ય વાંચવું વિચારવું સમજવું ઘટે છે.
એ સંસ્થાદ્વારા નીકળેલી વિવિધ ગ્રંથમાળા, ચારિત્ર્યમાળા, અને બહદ ગ્રંથમાળા દ્વારા જે ગ્રંથરત્ન ગુજરાતને ચરણે રજુ થયાં છે તેની
૧૮૩