________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
એ વાત સમજી શકાય એવી છે, પરંતુ એક વખત સળગાયલી વાળા કેવળ હોલાઈ જાય એવું ન થયું. તે જવાળા માત્ર એક જુદા રંગથી અને ઓછા જોશથી સળગવા લાગી. શુદ્ધ કવિતાના ઉદ્દગાર શુદ્ધ કવિતારૂપે બંધ થયા, પરંતુ આ અંધકારના યુગમાં અનેક નવા ધર્મના પંથને ઉદ્દભવ પામવાની અનુકૂળતા મળી અને ભૂતકાળની કવિતામાંથી તેમને પોષણ મળ્યું, નરસિંહ, મીરાં અને પ્રેમાનંદ તથા અખાના અમર આત્માઓ પ્રથમ અખંડ ગ્રહોની પેઠે પ્રકામ્યા હતા તેના હવે કકડા થઈ તેમાંથી અનેક ગૃહખંડ બંધાયા અને જેમ જેમ અઢારમું શતક પુરૂ થવા આવે છે ને એગણીસમું શતક ઉદય પામવા માંડે છે તેમ તેમ આ ન્હાના કવિઓ અને કવિબટુક દષ્ટિ મર્યાદામાં ઉભરાવવા માંડે છે અને તેમની સંખ્યા વધારે વધારે ઘાડી થતી જાય છે.
તેમના પહેલાના શતકમાંના મહા કવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરંતુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મ પંથેના ધંધવા એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલિન નરસિંહ મહેતાની પેઠે આ આર્મી સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુ ધર્મ ઉપર હતી. મેવાડના રાજાઓને ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદા જ હતા. અને તેથી ખટપઢ અને સતાવણું બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાશી આવવું પડ્યું હતું. પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેને અંગ વાળવા લખેલું હતું. આ પંથને સ્થાપનાર વલ્લભાચાર્ય જે કે જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઈબલ કેસે પ્રસિદ્ધિમાં આપ્યો છે, તેને ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિ જીવનના અંત સમયની લગભગમાં જ જન્મ થયે. વલ્લભ મેવાડના જુના કાળથી ચાલતા આવેલા એકલીંગના ધર્મને સ્થાને આ નવે પંથ સ્થાપવામાં વિજયી થયે અને એ અરસિક અને વિરત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગને સંપ્રદાય ન ચલાવ્યું કે જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી અને નિરંતર ભક્તીએ ધીમે ધીમે આ વિધિનિષેધનો અને પ્રતિજ્ઞાઓને વિકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના
૧૫૦