________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ધર્મ રંગે રંગા- ફેરફાર કરવાની જરૂર છે. કેવળ પરાણિક યલા સાહિત્યને ( Mythological ) સાહિત્યને પડખે શુદ્ધ સમય ગયો છે, સંસારી સાહિત્ય તેમણે ખેડવું જોઈએ, જેમાં પરા
ણીક કથાઓથી અજાણ્ય પારસી અને મુસલમાન ભાઈઓ સર આનંદ લેઈ શકે. આની શરૂઆત થઈ ચૂકી છે. કેવળ ધર્મના રંગે રંગાયેલા સાહિત્યને સમય વીત્યો છે. એક સમય એવો હતું કે જ્યારે સર્વ ઉપદેશ સર્વ જ્ઞાન આપવાનું દ્વાર ધર્મ હતા, પ્રતીતિ શ્રદ્ધાને પ્રીતિ ઉપજાવનારો માર્ગ દેવ થા હતી, રૂચિ અને આદર પ્રગટાવવાનો પ્રકાર અભુત કથન હતું. સમયબળને અનુસરી આરોગ્ય સંરક્ષણાર્થે સ્નાન શૌચાદિના સામાન્ય નિયમ ધર્મનું અંગ બન્યા; દેશાટન. લાભ આપનારું તીર્થમહાતમ્ય શત શાખાએ વિસ્તર્યું; નીતિને બેધ દેનારાં અનેક અદ્ભુત ઉપાખ્યાનો ઉદ્દભવ્યાં; અને જ્ઞાન અને નિર્વાણને માર્ગ સર્વને માટે ખુલ્લો મૂકનાર ઐતિહાસિક બુદ્ધ ભગવાન ઈશ્વરાવતાર બન્યા. એ જમાને આજ નથી. જુના જમાનાએ શીલવતીના રાસને અને રષદર્શિકાકને જન્મ આપ્યા, તે નવો જમાને સરસ્વતીચંદ્રને અને કાન્તાને જન્મ આપે છે. ભૂતકાળમાં વ્યક્તિની સ્તુતિના રાસા અને પ્રબંધો રચાતા, તો વર્તમાનકાળમાં સામાજીક સ્થિતિના ઈતિહાસ લખાય છે. પ્રાચીન યુગમાં ધર્મના સંગ્રહાયેં સાધુઓના મહાન સંઘે મળતા, ત્યારે અર્વાચીન સમયમાં નાગરી પ્રચારિણી સભા, એક લિપિ પ્રચારિણી પરિષદ, સાહિત્ય પરિષદ જેવાં મંડળ ભિન્ન ભિન્ન ભાષાનાં સાહિત્ય સર્વમાન્ય કરવા, પિતાની ભૂતપૂર્વ સાહિત્ય સંગ્રહવા, પ્રવર્તમાન સાહિત્યને સર્વતોમુખ વિકાસ સાધવા સ્થળે સ્થળે મળે છે. આવા મેળાવડાનું સાર્થક્ય ક્યારે કે જ્યારે આશ્વનોએ અવન
ભાર્ગવમાં નવું જીવન પ્રેર્યું હતું તેવું નવું જીવન પૂર્વનું ઉતેજક વૃદ્ધામાં પ્રેરાય, અને રાજર્ષિ વિશ્વામિત્રના સહચર્યમાં અને પશ્ચિમનું રામલક્ષ્મણ જેમ વીરચર્યામાં ઉઘુક્ત થયા તેમ પિષક સાહિત્ય. યુવકે પિતાનું પરાક્રમ પ્રકાશવા પગભર થાય. આરંભ મહાન છે. ખંડેર ફરી વસાવવાનાં છે, ઉજજડ પ્રદેશ આબાદ કરવાનું છે, નવાં થાણાં નાંખવાનાં છે, આપણને ગુંગળાવી નાંખતી આલંકારિકોની કીલેબંદી આપણે તોડી પાડવાની છે, સાહિત્યના ઉદ્યાનમાં જડ નાંખી વધેલા નિવ રોપાઓ નીંદી કાઢવાના છે, ભયંકર
૧૭૦