________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
એકજ દિશામાં તર્ક દડે છે. સીતાજીની ભાળ કાઢવા નીકળેલા મહાવીરે અરણ્ય ને પર્વત ઓળંગતા ઓળંગતા દક્ષિણ મહાસમુદ્રને તીરે જઈ પહોંચ્યા, ત્યારે નલનીલ સાથે હનૂમાન પણ શોચ કરવા લાગ્યા કે હવે શું કરવું ? આ મહા સમુદ્ર શે આળંગાય ? તે ક્ષણે વિચક્ષણ જાબવાને મારૂતિને તેમના સામર્થ્યનું સ્મરણ કરાવી ઉત્સાહ પૂરતાં વચનથી કહ્યું કે “ કવિરાજ ! તમે પણ આમ શાચ કાં કરે છે ? તમારે તો આ મહાસમુદ્ર ગેમ્પદ માત્ર છે.” આવી કઈ જાતની સ્મૃતિ આપણું શારદાપીઠના વીરોને આપવાની જરૂર હોય તે કોણ જાણે ? એમનામાં નિગૂઢ સામર્થ્ય છે. એ ચાહે તે, એક વખત મહાન શંકરાચાર્યો આકાશ માર્ગે ચાલી જતી સરસ્વતીને ગબળે આકર્ષ્યાનું કહેવાય છે, તેવી રીતે આ વીરો પણ દીપાંતરમાં જઈ વસેલી સરસ્વતીને અને તેની પૂંઠે લક્ષ્મીને પણ એમની વિદ્યાના બળે આકર્ષી લાવે. જે પશ્ચિમમાં છે ને પૂર્વમાં નથી, એવું કેટલું બધું તેઓ અહિં વસાવી શકે એમ છે ? બાળશિક્ષણ, સાર્વજનિક આરોગ્ય, પ્રતિનિધિસત્તાકરાજ્ય આદિ ખાસ પશ્ચિમનાજ કહેવાતા વિષયમાં કેટલું ઉપયોગી જ્ઞાન આપવાનું તેમને સહજ છે? પશ્ચિમના જનસમાજમાં ઉદભવ પામેલી હિતકારક જનાઓ આ દેશના જનસમાજને અનુકુળ કરવાનું એમનાં અવલોકન અને અનુભવની સત્તાની બહાર નથી. રસાયન વિદ્યાને ઉપયોગ અપવાદભૂત છે. ત્રીભોવનદાસ કલ્યાણદાસ ગજજર તેમના શિષ્યો સિવાય કેટલાએ ઔદ્યોગિક અભિવૃદ્ધિમાં કર્યો ? પ્રાચીન મહાકવિની સૃષ્ટિનાં ભવ્ય ચિત્રોને ઉપયોગ સદગત ચિત્રકાર રવિવર્મા ઉપરાંત કેટલાએ હદયદ્રાવક ચિત્રકળાની ખીલવણીમાં કર્યો ? મિલ, ફોસેટ ને સિજવિકના લેખનું રટણ કરી મી. રાનડે કે સર ફિરોજશાહ. ઓ. મી. ગોકલદાસ કે મી. ગોખલે જેવા અથવા તે દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ કે ઓ. મી. ચિમનલાલ હરિલાલ સેતલવાડ જેવા આર્થિક પ્રશ્નોના ચિંતક કેટલા ઉભા થયા? ઈગ્રેજીને અક્ષર પણ ન ભણનાર સગત ભગવાનલાલ ઇંદ્રજી શોધખોળમાં યુરોપિયન શોધની દમોદમી કરે, એક પરીક્ષા પસાર ન કરનાર રા. બ. રણછોડલાલ છોટાલાલ. સી. આઈ. ઈ. શહેર સુધારાના અટપટા સવાલેને નિર્ણય આણે, મધ્યમ દરજજાની કેળવણી ધરાવનાર સંગત કી. બા. મણિભાઈ જસભાઈ સ્ત્રી કેળવણીને વિષય હાથ છે, અને આપણું પદવીધારી બંધુઓ તેમાં ચંચુપાત પણ ન કરે એમ કાંઈ હાય ! સા.
૧૭૨