________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જુના કવિઓની ભક્તિથી જીવન પામતે હતો. સ્વામિનારાયણ પંથના દીર્ઘદર્શી અને વ્યવહાર નિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરૂષના શાંત અને સગુણું પૂજકે, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્ત, ચુવાળના મેદાનમાં તેમ ચાંપાનેરના ખંડેરો પાસે પાવાગઢના શિખરે ઉપર તેમ આરાસુરના શિખરે ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો, અને અંતે પ્રાચીનતર કાળથી આવ્યું અને શેત્રુંજયના શિખર ઉપર ટોળાંબંધ જાગેલા પ્રાચીન અને વિનિત જૈને -આ અને બીજા ઘણાક ધર્મ પંથે આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારે પાસ ઉગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા. સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પિતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુના દેવાલયોની સંખ્યાને પિતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથ તરી આવ્યા. આશરે ચાર જેન જતીઓ, સ્વામીનારાયણ પંથના દશ સાધુઓ છ રામ ભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પિતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછો વત્તા જય પામે છે. જે વૈષ્ણવ માર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારના જેવા કેટલાક હદયવેધક અને નેહાના શૃંગાર પદ્ય લખનારા બીજા
ડાક કવિઓ આ યુગમાં પ્રકટ ન થયા હતા તે ઉપર લખેલ અન્ય પંથના કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત. કારણ ઉપર લખેલા કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વિગેરેના જેવા તો છેક નહી પણ તેમનાથી ઉતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારને આ કવિઓ પિતાની કવિતાથી ગુજરાતની વસ્તીના હૃદયમાં આ યુગમાં ભરવા માંડે છે; અને કોને નમવું અને કોને માનવું તે સુઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઉભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિયમાં જન્મ પામેલ હોઈ ભ્રમિત થઈ જાય છે, અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા અને દઢ શ્રદ્ધાપૂર્વક માને તે માત્ર પિતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.
૧૫ર