________________
બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ
રજપૂત રાજ્યની અવનતી થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તે દેશ પરચક્ર નીચે કચરાય છે. પરંતુ પેશવાઈનું લોપ થયા છતાં પેશવાઈએ આપેલો
વેગ મરાઠી સાહિત્યમાં જેમ ટકી રહેલો જોઈયે છીયે, મધ્ય યુગમાં પુર્વ તેમ રાજ્યની ઉથલપાથલ થયા છતાં પણ ગતરાજ્યના યુગનાં આંદોલન સમયને વેગ આ મધ્યયુગના આરંભમાં કેટલોક
વખત ટકી રહે છે અને નરસિંહ, ભાલણ અને પદ્મનાભ જેવાં કવિરત્ન પાકે છે, પરંતુ તેમની કવિતાનો પ્રવાહ જુદે માર્ગે વહે. સ્વતંત્ર નાગર કવિ નાતજાતની છે. અને આલંકારિકની મર્યાદા ઉલ્લંધી પ્રત્યગદ્રષ્ટિથી રાસલીલા અને દાણલીલામાં ભાગ લેતો ભક્તિ શૃંગારના ઉન્નત પ્રદેશમાં સ્વચ્છેદ ઘુમે છે; વિદ્વાન બ્રહ્મણ કવિ વાઘરી ને માતાથત દેશીબદ્ધ ગુજરાતીમાં પ્રાંતમાંથી ઉતારી પિતાની રસવૃત્તિનો વેગ શમવે છે; ને આશ્રિત નાગર કવિ આશ્રયદાતાના પૂર્વજનાં પરાક્રમનું યશોગાન ગાઈ હદયમાં ઠલવે છે. મધ્યયુગના બીજા ગણાવવા જેવા સમર્થ લેખક છે નહિ. મોટા ભાગે સ્થળ ધર્મ બુદ્ધિ તૃપ્ત કરવા મહાભારત રામાયણનાં અને હાનાં મોટાં આખ્યાનોનાં જોડકણ જોડાયેલાં આ સમયમાં મળી આવે છે, અથવા તો સામાન્ય જન સમાજની વિનોદવૃત્તિ સંતોષવા વાર્તાઓ ગદ્ય ને પદ્યમાં લખાયેલી જાઈયે છીયે. ભાલણસૂત ઉદ્ધવ વાલ્મીકિના રામાયણનું પ્રતિબિંબ ઉતારે છે. વીહાસુત નાકર પુરાણીના મુખે સંસ્કૃત કથા સાંભળી ભાણગળાવાળા ઉપર ઉપકાર અર્થે પુણ્ય બુદ્ધિથી મારતનાં પર્વો ઘડે છે. એ ધર્મ સંહિતા પાછળ બહુ કથાભ યુગમાં મંડી પડે છે. વિષ્ણુદાસ, શિવદાસ, દેવીદાસ, મુરારિ, શ્રીધર આદિક કથકોનાં આખ્યાનોની ને કથાઓની ધર્મમંદ નિસત્વ પ્રજામાં
ખપતી પુષ્કળ થાય છે. બોરસદ પરગણાને વસ્ત મધ્ય યુગનું ધમમંદ આખ્યાન શૈલીમાં વાર્તાની વિનોદ શિલી મેળવી મુલજજીવક સાહિત્ય, શુકદેવ-આખ્યાન રચે છે. નાગર વચ્છરાજ જેને
પ્રેમાનંદને શિષ્ય વીરજી સુરેખા હરણના આરંભમાં સ્મરે છે, તે સ્ત્રી ચરિત્રની વાર્તામાં બ્રહ્મજ્ઞાનનું ગૂઢ રૂપક સમાવે છે. જૈન યતિ નેમવિજય ધર્મ અને આચારના ઉપદેશ અર્થે અદભૂત કથનને ઉપયોગ કરે છે. એ લેખોની કૃતાર્થતા જમાનાની જરૂરિયાત પૂરી પાડવાની સાથે સાહિત્ય વૃક્ષનાં મૂળ સજીવન રાખવામાં સમાપ્ત થાય છે. સારસ્વત પ્રવાહ જે પંદરમા શતકમાં પવિત્ર દર્શન દેઈ સાળમાં અને
૧૧૫