________________
બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ
-થી ઉભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઈલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યત આપણા પ્રતાપી રાજકર્તાઓને ઉત્તરોત્તર અધિકાઅધિક ઉદય થત આવ્યો છે, તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ધશાળી છે. ઈસવી સનની અગિયારમી, બારમીને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યદયની હતી. ચાંચિયા અને લુંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યું હતું. દેશનો ઉદ્યોગ ખીલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરૂક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિસ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપુર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે હેમાચર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધુમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયો
ધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચિલમંડળ પર્યત દિગ્વિજયી ગુર્જર વીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શુરાતનની જવાળા અને સ્વદેશ પ્રીતિની જ્યોતિ ભભુકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશના ઉત્કર્ષ સંધાયેલોજ છે. નાંખી નજર ના પહોંચે એવા જે પ્રાચીન યુગમાં પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સર્વને મહિમા ઋષિઓએ ગાય, તેજ યુગમાં આર્યોના અધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદુ સાહિત્યની પરમજજવળ બ્રહ્મ ભાવના પ્રગટી, તે સમયે ગાર્ગીવિકન્વ આદિ મહિલાએ પૂજાઈ અને અરૂધતિ સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાયે રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારત ભુમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉબોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વલિજયી સીકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહા પ્રતાપી પત્ર અશકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્ય પ્રીતિનું આદર્શ ષડૂત ઉદભવ્યું, તે કાળમાં ભારત ખડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષ કાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહ પૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિ-ત્યને પ્રથમ યુગ તે ગુજરાતના ભવ્ય ઉદયને હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરૂષ પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન વ્યતિ હેમાચાર્યના