________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
નાન્યતર રહી છે, અને વડોદર, ધોળકે' ધંધુકે એવાં સાતમી વિભક્તિનાં રૂપ મૂળનું “ઉં સૂચવે છે. ફારસીમાં “શરબતે અનાર,' એવી રીતે છઠ્ઠી વિભક્તિને સંબંધ દર્શાવાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી, પણ અનારને શરબત” એમ ફારસી શબ્દોને સંસ્કૃત પ્રત્યયની રીતથી જ જોડી શકાય છે. જનાબે આલી” એવા રૂપમાં છઠ્ઠીના પ્રત્યય વડે વિશેષણ અને વિશેષ્યને ફારસીમાં જોડાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી. ગુજરાતીમાં તે “આલી જનાબ” એમ જ રચના થઈ શકે. આમ પરભાષાના શબ્દ સંસ્કૃતથી ઉતરી આવેલા બંધારણને અનુકૂળ થઈને જ ગુજરાતી ભાષામાં દાખલ થઈ શકે છે.
આ રેખાચિત્રથી ગુજરાતી ભાષાના બંધારણ તરફ દૃષ્ટિ કરવામાં કાંઈક સહાયતા થશે, અને એ બંધારણને અભ્યાસ વિસ્તારથી કરવાને આરંભ થઈ શકશે. એ બંધારણનું સ્વરૂપ સમજાતાં ગુજરાતી ભાષાનું સામર્થ્ય કે પ્રકારે વધી શકે તેમ છે તેની કલ્પના થઈ શકે છે. સંસ્કૃત ભાષાના જે ભારે અંશેને સરળતા ખાતર ધીરે ધીરે ત્યાગ થયો છે તે અંશે ગુજરાતી ભાષામાં દાખલ ક્યથી ગુજરાતીનું સામર્થ્ય વધે નહિં પણ ઉલટું દબાઈ જાય એ ખરું છે. પરંતુ સંસ્કૃત ભાષાના જે અંશે ગુજરાતી ભાષાના બંધારણમાં અનુકૂળતાથી ગોઠવાય તેવા છે, જે સંસ્કૃત ભાષામાંથી આવેલા જીવનને જાગ્રત કરે તેવા છે, અને જે માત્ર શિષ્ટ સાહિત્યને અભાવે નિકળી ગયા હતા, તે અંશે દાખલ કરવાથી ગુજરાતી ભાષાનો પ્રભાવ વિશેષ વૃદ્ધિ પામશે એમાં શક નથી. ફારસી ભાષાના જે શબ્દો ગુજરાતી ભાષાના બંધારણમાં દાખલ થઈ વ્યવહારમાં અને લેખનમાં ઉપયોગી થયા છે, તે પણ આવશ્યક થયા છે, અને તેને ઉછેદ કરી ભાષાને ખંડિત કરી શકાય તેમ નથી. તેમ જ વળી, નવા વિચારે, નવી કલ્પનાઓ, અને નવા સંબંધો દર્શાવવા સારૂ ફારસી, ઈગ્રેજી, સરખી ભાષાઓના શબ્દો દાખલ થતા જાય છે તે પ્રવાહ પણ અટકાવી શકાય તેમ નથી. એ સર્વ આગન્તુક અંશે ગુજરાતી ભાષાના જીવનરસનું પષણ પામે અને છુટા પડી સુકાઈ ન જાય તે માટે ભાષાનું બંધારણ સાચવવું જોઈએ એ જ આ સંબંધે લક્ષમાં લેવાનું છે. ગુજરાતી ભાષાને કઈ સેવક એ ભાષાની આગળ વધતી ગતિ રોકી રાખવાની ઈચ્છા કરશે નહિં. એ ગતિ અકુંઠિત થઈ વધારે ને વધારે વેગવાળી થતી જાય એ જ સર્વનું લક્ષ્ય હેવું જોઈએ.
૧૨૪