________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
યાવતે ઝાપટે છે તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબબ્ધમાં અને તાલબબ્ધને પ્રેરતા તાલભંગમાં હું કોઈ મહત્તર તાલબધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને એ છાનાં ચિહ્ન-Plus અને minusવાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મુકી તેને ઉપયોગ કરે છે તેમ સંસારના ગણિતને પરમશાસ્ત્રી પણ આ તાલબધ અને તાલભંગને આવા જ કૌંસમાં મુકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્યશાસ્ત્રીઓ Evolution કહે છે.
ગુજરાતી સાહિત્ય પ્રત્યેના ધર્મ ગુજરાતી સાહિત્યને વિસ્તાર વધારો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ ઉદેશ આ સભાને છે. તે ઉદેશના વિષયમાં તાલભંગ થવાને સંભવ દેખાતો નથી, કારણ આ સભાના સભ્યજનો સાક્ષર હેવાથી આ વિષયના નિર્વાહમાં તાલબધ કરે એવું જ અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશે તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે જેઓ ગમે તે ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તે સાહિત્યમાત્રને વેદીયાં ઢેરને માટે ગામ આંગણે કહાડેલી ગોચર જમીન જેવી ગણશે, કઈ વળી એવું ગોચર કહાડી નાંખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે; અને ગમે તે કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્ય એટલે સુધી કહેશે કે આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિને વ્યય કરીયે તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીયે તે દેશનું કલ્યાણ થાય, આ સર્વ ચર્ચાઓ લોકમાં સભાહાર ઉઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતીકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે આવતા વર્ષની સભાને પ્રસંગે આવું ભય જણાય તો તેને માટે સભ્યજને સજજ રહે આ સભાના તાલબબ્ધને વિસ્તાર આપવાના ઉદેશને ફલેદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે, માટે બહારનાં વિદને કરતાં આપણી અંદર અંદરનાં વિદને ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર તેમ આપણું ઉદેશના ફલોદયનાં સાધન ઉપર હું બે શબ્દો કહેવા ઈચ્છું છું. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ સમુદ્ર
મંથન જેવા વિષયોની ચર્ચા આપણું અંત્તવિંધોથી પ્રાપ્ત થતા તાલભંગના ભય તો સમીપ જ છે.
૧૨૮