________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
હાલના “ભાગલાગ નથી' ને ઠેકાણે ૪ મા . હાલના “કુલ” અભરામ ન દવે ને ઠેકાણે ૪ યfમામ ન વધે છે. અમદાવાદની ટંકશાળના રૂપીઆ મારા જેવા કહ્યા છે.
સંવત ૧૭૨૮માં “શ્રી સુખસેનાબાદ શ્રી વેગનપુરમાં થયેલા વેચામુખતની ભાષા અને જોડણી બધી રીતે હાલની ગુજરાતી જ છે. માત્ર તેમાં “જગજીવનદાસને બદલે સર્વત્ર જળગાવનાર લખ્યું છે. “ કોઈ જાતને સંબંધ રહ્યું નથી ” ના અર્થમાં “તરા પણ નહી નહીં એ જુનું વાક્ય એમાં પણ વપરાયું છે. “વારસ’ની જોડણું કારણ છે. રૂપીઆને માથાના વાને બદલે હરાવના કહ્યા છે.
સંવત ૧૭૮૮ માં હિમપુર (બહેરામપુર) માં થયેલા ઘરાણીયા ખતમાં જે સિવાય બીજી બધી ભાષા અને જોડણી હાલની જ છે. રૂપીઆને સારા કહ્યા છે.
સંવત ૧૮૨૪ માં અમદાવાદમાં લખાયેલા ખતમાં “ગ” ને ઠેકાણે જ છે. હાલના “નરભેરામ'ને ઠેકાણે નીમેતેમ છે, અને છ શબ્દ કાયમ છે. બીજી બધી ભાષા અને જોડણી હાલની છે.
આ પ્રમાણે આપણે ગુજરાતી ભાષાનો આરંભને ઈતિહાસ કાંઈક જે, અને તે ભાષાનું સ્વરૂપ બંધાતા સુધી તેના ઉદ્દભવ ક્રમ પણ કાંઈક જોયો. અલબત્ત, અહીં ફક્ત દિગદર્શન કરવામાં આવ્યું છે અને આ વિષય ઘણે વધારે વિસ્તાર કરવા જોગ છે, અને એ વિસ્તાર કરતાં એ ધ્યાનમાં રાખવાનું છે કે શબ્દોચ્ચારના ફેરફાર વિશે વ્યાકરણોમાં આપેલા નિયમોથી જ બધે ઈ તિહાસ અને બધે ક્રમ જડતો નથી. એ નિયમો સાર્વત્રિક નથી, અને માત્ર “ઘણુંખરૂં પ્રવર્તે છે એ ઉપર કહ્યું છે. પ્રાકૃત વ્યાકરણમાં આપેલા નિયમો ઉપરાંત જુદી રીતે પણ શબ્દોચ્ચારના ફેરફાર કે અપભ્રંશ થયેલા છે. અને એવા ફેરફાર કે અપભ્રંશ એ વ્યાકરણે થયા પહેલાંના પણ છે અને પછીના પણ છે. તેમજ વળી અર્વાચીન ભાષાઓના બંધારણમાં શબ્દોચ્ચારના ફેરફાર સિવાય બીજું કારણે પણ પ્રવર્તે છે એ લક્ષમાંથી ખસી જવું ન જોઈએ. પ્રોફેસર સીવર્સ કહે છે કે, અર્વાચીન ભાષાઓના બંધારણમાં પ્રવર્તતાં બે મુખ્ય કારણે છે. શબ્દોચ્ચારમાં થતા ફેરફાર (phonetic variation) અને સામ્યથી બંધાતાં રૂપ (formation by analogy ). આ કારણે સાધારણ
૧૦૪