________________
ગુજરાતી ભાષા
રીતે વારાફરતી પ્રવર્તે છે અને ઘણીવાર એક બીજાને વિરોધ પ્રવર્તે છે; એમાંના પહેલા કારણથી ઘણીવાર મૂળના એક રૂપમાં ભિન્નતા થઈ અનેક રૂપ ઉત્પન્ન થાય છે, અને એમાંના બીજા કારણથી જુનાં ભિન્ન રૂપને ભેદ રદ થાય છે અને શબ્દોચ્ચારથી એક રૂપતામાં ફેરફાર થયો હોય તે બદલી નાખી પાછી એકરૂપતા આણવામાં આવે છે.” પ્રેફેસર સીવર્સ દર્શાવે છે કે શબ્દોચ્ચારનું બળ આખી ભાષામાં એક સરખું પ્રવર્તે છે, અને તેમાં અપવાદ હોતા નથી; પણ સામ્યથી થતા ફેરફાર માત્ર અમુક શબ્દોને કે અમુક જાતના શબ્દોને જ લાગુ પડે છે અને તેથી તે અનિયમિત તથા સ્વચ્છંદી હોય છે. ઉદાહરણર્થ પ્રાચીન ઈગ્રેજીમાં feet (પગ) અને book (ચે પડી) એવા શબ્દ હતા, અને તેનાં બહુવચન feet અને books અવાં હતાં. અર્વાચીન ઈગ્રેજીમાં footનું foot થયું છે અને bookનું book થયું છે. પરંતુ અર્વાચીન ઈગ્રેજીમાં એ બે શબ્દોના બહુવચન foot અને books એમ અનુક્રમે થયાં છે આ રીતે foot feet અને book એ ત્રણે રૂ૫ શબ્દોચ્ચાર ફેરફાર ( phonetic change ) ના નિયમસર થયાં છે પણ તે પ્રમાણે deeનું deech થવું જોઈતું હતું તે ન થતાં (army arms એવાં) બીજાં બહુવચનનાં રૂપના સામ્ય પ્રમાણે books થયું છે. આ રીતે ભાષાનો ઈતિહાસ અને ઉદ્દભવ તપાસતાં આ બન્ને નિયમ લક્ષમાં લેવા જોઈએ. ફક્ત શબ્દોચ્ચારના ફેરફારને સ્વાભાવિક નિયમ કહી સ્વીકાર અને સામ્યથી થતાં બંધારણને ખોટું સામ્ય ( false analony ) કહી તેની અવગણના કરવી એ ભૂલ છે.'
વળી બીજી એક હકીકત લક્ષમાં રાખવી જોઈએ કે ગુજરાતી ભાષામાં સાહિત્ય થવા માંડયું તેની સાથે વિદ્વાનોની વિદ્વતા ભરેલી ભાષા સાહિત્યમાં દાખલ થવા માંડી. ગુજરાતના વિદ્વાને સંસ્કૃત, પ્રાકૃત કે હિંદીમાં ગ્રન્થો લખતા ત્યાં સુધી ગુજરાતી ભાષા ઉપર તેમની વિદ્વતાની અસર થઈ નહોતી, પણ તેમણે ગુજરાતી ભાષામાં ગ્રન્થ કરવા માંડ્યા તેની સાથે તેમની ભાષા અને તેમની શૈલી ગુજરાતી ભાષામાં દાખલ થવા માંડી, પ્રાકૃત અને અપભ્રષ્ટ શબ્દોને બદલે તેમણે સંસ્કૃત શબ્દો વાપ
૧ એનસાઈકકલોપીડિયા બ્રિટાનિકા, ફાઇલોલોજી વિશે લેખક-બીજો ભાગ નવમી આવૃત્તિ.
૧૦૫