________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ગુજરાતી ભાષાની વંશાવળી મૂળ સંસ્કૃતમાંથી નીકળે છે એ નિર્વિવિાદ છે એમ સ્વીકારી આરંભ કરીશું. આ સિદ્ધાન્ત આમ સંકેતના રૂપમાં મુકવાનું કારણ એ છે કે એ પણ એક પક્ષ છે કે જેને મતે સંસ્કૃત ભાષા કઈ કાળે બોલાતી હતી જ નહિ અને માત્ર વૈયાકરણોએ એ ભાષા બોલાતી ભાષાઓમાંથી શુદ્ધ રૂપ બનાવી ગોઠવી કહાડેલી છે તથા સંસ્કૃત ગ્રન્થ માત્ર વૈયાકરણની એ કૃત્રિમ ભાષામાં લખાયેલા છે. આ પક્ષની અયથાર્થતા વિશે આ પ્રસંગે વિવેચન કરવાની જરૂર નથી, અહીં એટલું જ કહીશું કે આ દેશની ભાષાઓના ઉદ્ ભવને ઈતિહાસ ખોળતાં પાછા હઠતાં હતાં પંડિતોને સંસ્કૃત ભાષા જ મૂળરૂપે જણાઈ આવે છે, અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જ સિદ્ધ કરે છે કે એ બેલાતી ભાષા હતી. સંસ્કૃત વ્યાકરણમાંના અપવાદ, વિભાષા અને જુદા જુદા વર્ગ માટે જુદા જુદા નિયમે, બોલાતી ભાષાનું અસ્તિત્વ દર્શાવે છે, અને, વેદની ભાષા માટે “છન્દ' અને સંસ્કૃત માટે, “ભાષા’ શબ્દનો થયેલો ઉપયોગ પણ એજ હકીકત દર્શાવે છે.
ગુજરાતી પ્રાકૃતમાંથી ઉતરી આવી છે એ વિશે ઉપરના સરખો વિવાદ નથી એ વાત સ્પષ્ટ છે તથા સર્વમાન્ય છે. પ્રાકૃત ભાષાઓમાંની અપભ્રંશ ભાષાઓમાંથી ગુજરાતીનો ઉદ્દભવ થયો છે એ પણ નિર્વિવાદ છે. મિ. બિમ્સ એમ ધારે છે કે હિંદી ભાષા અપભ્રંશમાંથી થઈ છે અને ગુજરાતી તે હિંદીમાંથી થયેલી ઉપભાષા ( dialect) છે. ૧ ગુજરાતી ભાષા હિંદુસ્તાનની આર્યકુળની ભાષાઓમાં હિંદીને સહુથી વધારે મળતી છે એ ખરું છે, પરંતુ, વર્તમાન હિંદી ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ નથી, અને ગુજરાતમાં કોઈ વખતે પ્રાચીન હિંદી ભાષા બોલાતી હતી એમ માનવાનું કારણ નથી. તેથી, હિંદી અને ગુજરાતી તે બહેને નહિં પણ મા દીકરી છે એ મત બાંધવાનો કાંઈ આધાર નથી. ગુજરાતની વસતીમાં વખતોવખત ઉત્તર હિંદુસ્તાનની અને રાજપુતાનાની વસતીમાંથી પૂરણ થતું ગયું છે અને એ કારણથી હિંદી અને ગુજરાતીનું મળતાપણું લાંબા કાળ સુધી ટકયું છે એ ખુલાસે વધારે સંભવિત છે.
ગુજરાતી ભાષાનું બંધારણ આ રીતે સંસ્કૃત ભાષાના બંધારણમાંથી અપભ્રંશ દ્વારા ઉતરી આવ્યું છે. શબ્દોમાં અને પ્રત્યયોમાં ફેરફાર થયો
1. A Comparative Grammar of the Modern Aryan Languages of India, by John Beams.
૧૧૦