________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
કાયમ રાખે છે. એ માટે ઈંગ્રેજીમાં entered into the hear એવી વાક્યરચના થાય; entered ની પછી તેનુ કમ heart આવે, તેમ જ અધિકરણની સાતમી વિભક્તિ દૂત્યે પેઠે heart ને જોડાયેલા વિભક્તિના પ્રત્યય લાગ્યાથી નહિં પણ પ્લુટો into ઉપસર્ગ આવ્યાથી અને તે heart ના પહેલાં મુકાયાથી પ્રદર્શિત થાય છે.
સંસ્કૃત ભાષાનું બંધારણ ગુજરાતીમાં આ રીતે ઉતરી આવેલું છે એ હકીકત વિચારતાં ગુજરાતી ભાષામાં વિભક્તિઓના પ્રકાર કાંઈક જુદો છે એ લક્ષમાં લેવાનું છે. આ ફેરફાર સમજવા સારૂ ભાષાના ઉદ્ભવના ક્રમ મિ. બિપ્સે દર્શાવ્યા છે તે લક્ષમાં લઈશું. તેઓ કહે છે કે ભાષાઓના ઉદ્ભવના ચાર ક્રમ છે, syntactidal, agglutinative synthetical al inflectional a analytical. પહેલા syntactical એટલે અન્વયાધાર ક્રમમાં ભાષા હોય ત્યારે તેમાં માત્ર એકેક સ્વરવાળા નાના શબ્દો હાય છે, તેમાં ફેરફાર થતા નથી કે તેનાં રૂપાખ્યાન થતાં નથી, એના એ જ શબ્દો નામ કે ક્રિયાપદ કે અન્વય તરીકે વપરાય છે. અને માત્ર વાક્યમાંના અન્વય ઉપરથી શબ્દો કેવા સંબંધ બતાવવા વાપર્યાં છે તે સમજાય છે. ચીનાઈ ભાષા આવા અન્વયાધાર સ્વરૂપમાં છે.
આના પછીના ક્રમ તે agglutinative એટલે ચહેાંટાડેલાં રૂપને હાય છે. એ ક્રમમાં આવેલી ભાષામાં કેટલાક શબ્દો નામ કે ક્રિયાપદ તરીકે વપરાય એવા રહ્યા હેાતા નથી, તે શબ્દો અવ્યય થઈ ગયેલા હોય છે, અને તે શબ્દો વિભક્તિનાં રૂપ કરવા સારૂ નામનેને લગાડવામાં આવે છે. તથા કાળા તથા પુરુષનાં રૂપ કરવા સારૂ ક્રિયાપદને લગાડવામાં આવે છે. નામના કે ક્રિયાપદના શબ્દોની અંદર એ અવ્યયેા ફેરફાર કરી શકતા નથી, માત્ર તેને ચહેાંટાડવામાં આવે છે. તુર્કી ભાષા આ સ્વરૂષમાં છે. ત્રીજો ક્રમ inflectional અથવા synthetical એટલે સંયેાગમયરૂપના હોય છે. એવી ભાષામાં ઉપર કહેલા અવ્યયે। પ્રત્યય ખની ગયેલા હૈાય છે. તે અવ્યય તરીકે જુદા હાતા નથી પણ શબ્દોની અંદર દાખલ થાય છે અને શબ્દોના છેવટના અક્ષરા બદલી રૂપાખ્યાન ઉત્પન્ન કરે છે. સંસ્કૃત ભાષાનું આ સ્વરૂપ છે.
૧ બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પૃષ્ઠ ૪૧. ૧૧૪