________________
ગુજરાતી ભાષાનું બંધારણ
પ્રત્યય શું વિસર્ગનું રૂપ બદલાઈ પ્રાકૃતમાં તેને સો થયો. પ્રાકૃતમાંથી બહુધા મૂળ અર્થમાં જ સંક્ષિપ્ત ૩ રૂપે તે પ્રત્યય જૂની ગુજરાતીમાં આવ્યો. ચાલુ ગુજરાતીમાં તેણે પુનઃ પૂર્ણ મ રૂપ ધારણ કર્યું. પરંતુ અહિં તેમાં એક નવીન જ ફેરફાર થયે. મૂળ પ્રત્યય સંસ્કૃતમાં તેમ જ પ્રાકૃતમાં વિભતિવચનવાચક હતું. વર્તમાન ગુજરાતીમાં તે જાતિવાચક જ બની રહ્યા. ૧ સંવત ૧૪૫૦ માં ગુજરાતીમાં લખાયેલા “મુગ્ધાવધ ઔક્તિકમાં ધમ્મુ, સંસારુ, સંબંધ પહિલઉ, એવાં રૂપ નજરે પડે છે, એટલું જ નહિ પણ, વિકિઉ, પ્રમાદિક એવાં (સંસ્કૃત ઈકારાન્ત રૂપમાં ૩ ઉમેરી થયેલાં) રૂપ પણ નજરે પડે છે. ધર્મ, સંસાર સંબંધ, વિવેકી, પ્રમાદી, એ શબ્દ ફરીથી તત્સમરૂપે ગુજરાતીમાં લેવાયા છે તેથી તેમાં “ઉ” કે “એ” નથી; પણ, વાઘ, મેર, એવા શબ્દોનાં “વાઘે', “મેરો' એવાં રૂપ નથી તેનું કારણ મિ. બીસે દર્શાવેલું ભારસ્થાન હોવું જોઈએ.
નાન્યતરજાતિમાં આ “એ” ને ઠેકાણે: “ઉ” છે અને એ જાતિમાં પણ તદ્દભવ શબ્દોના સોનું, આંગણું, તેમ જ દૂધ, ઘર એવા બે જાતનાં ઉકારાંત અને અકારાંત રૂ૫ છે. “” નો ખુલાસે છે તે જ “ઉ” ને ખુલાસો છે. સંસ્કૃત નાન્યતરજાતિના એકવચનનાં સુવર્ણ, ગંગાના એવાં રૂ૫ ઉપરથી સોનું, આંગણું; એમાંનું અનુસ્વારવાળું ઉ આવ્યું છે. આ રીતે થયેલા ઉં ની અને અનુસ્વાર વગરના તથા બીજી રીતે થયેલા ઉ ની વચ્ચે ભેદ લક્ષમાં રાખવું જોઈએ. લિંબુ, રતાળુ, ચપ્પ, જાજરૂ, એ વગેરે શબ્દોમાને “ઉ” સંસ્કૃત અકારાન્ત નાન્યતરજાતિ શબદના એકવચનના રૂપ ઉપરથી ઉતરી આવ્યો નથી, તેથી વિભક્તિ અને પ્રત્યય લાગવામાં એ બે પ્રકારના શબ્દોની સરખી સ્થિતિ થતી નથી. જ્યાં છેડે મૂળમાં સંસ્કૃતમાં . સ હતો અને તેના એવા રૂપ ઉપરથી ઉં થયું છે ત્યાં વિભક્તિ કે પ્રત્યય લાગતાં મૂળ સ હોવાના કારણથી આ’ વાળું વિકૃત રૂપ થાય છે; ઉદાહરણ, સેનું, આંગણું; તેનાં વિકૃતરૂપ સોના, આંગણું, તે પરથી સોનાનું, આંગણામાં. પરંતુ “ઉ” કારાન્ત શબ્દોમાં મૂળ “અ” ન હોવાથી તેમનું એવું વિકૃત રૂપ થતું નથી; ઉદાહરણ, (લિંબાને, રતાળામાં–એમ નહિં પણું) લિંબુને, રતાળુમાં. આ ભેદ ભૂલી જઈ “ચપાની ધાર,” “ જાજરાનું બારણું' એવા ખોટા પ્રયોગ કદી કદી કરવામાં આવે છે. એવી જ સામી ૧. “મુગ્ધાવબોધ ઔક્તિકનું અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧
૧૧૭,