________________
ગુજરાતી ભાષાનું બંધારણ+
ઉત્તરોત્તર ઉદ્દભવ પામવાનો Evolution (“ઇવોલ્યુશન”)ને નિયમ પ્રાણીઓની પેઠે ભાષાઓને પણ લાગુ પડે છે. ભાષાઓમાં પણ એક આકારમાંથી બીજે આકાર અને બીજામાંથી ત્રીજે આકાર એમ વંશાવળી બંધાય છે. દરેક નવા વંશજના જન્મકાળમાં એ જ ગોત્રની બીજી શાખાઓ પણ જન્મે છે, અને દરેક પેઢી આસપાસની સ્થિતિને અનુકૂળ થઈ ઘડાય છે, તથા રૂપાન્તર પામે છે. ભાષાઓ પણ મૂળ પૂર્વજની શરીરરચનાની રેખાઓ પિતાના અન્તરમાં જાળવે છે અને તે સાથે બહારનાં બળોના સંસ્કાર વખતોવખત ગ્રહણ કરતી જાય છે. ભાષાઓ પણ આજુબાજુની હાલતને અનુસરીને જીવન્ત રહેવાનો પ્રયાસ ચાલુ રાખે છે. પોતાની ગતિમાં ન જીરવાય એવા જુના અંશનો ત્યાગ કરે છે, અને પોતાની ગતિમાં સહાયક થાય એવા નવા અંશે પોતાનામાંથી નિપજાવે છે.
જીવનવ્યાપારમાં પણ પ્રાણીઓ પેઠે ભાષાએ પિતામાં ભળી શકે અને પોતે પચાવી શકે એવા જ પદાર્થો પિષણ માટે સ્વીકારે છે, અને પિતાને જન્મથી પ્રાપ્ત થએલું શરીર વધારે વિકાસ પામે, વધારે બળવાન થાય અને વધારે દૃઢ થાય એ હેતુને મુખ્યત્વે લક્ષ્ય સ્થાપી આ હેતુ સિદ્ધ કરવા ભાષા પિતાના દરેક અંગની સુસ્થતા સાચવે છે. દરેક અંગ માટે એવી સંભાળ રાખે છે કે તેને બહારથી ઈજા ન થાય અને તેમાં અંદરથી જીવન ચાલુ રહે. ભાષાનું અંદરનું જીવન ચાલુ રહેવાને મુખ્ય આધાર જન્મથી બંધાયેલા શરીર ઉપર હોય છે. મોટા થયા પછી પણ જન્મ આપનાર ધરતીને વળગી રહેનાર ઝાડ પેઠે ભાષાને પિતાની જનની તરફથી નિરંતર ચાલુ પોષણપ્રવાહ મળતો નથી, પણ બાલ્યકાળ પછી માતાથી જુદાં પડેલાં પશુપક્ષી પેઠે ભાષાને જન્મ વેળા અંગને મોટો વારસો મળેલો હોય છે. એ વારસાને ખિલવ એમાં ભાષાને જીવનવ્યાપાર સમાયેલો છે.
ઇલ્યુશનને ક્રમ મનુષ્યજાતિ સુધી લાવ્યા પછી કુદરત દૂર ખસી ગઈ છે અને કુદરતની ધુરા મનુષ્યને ખભે આવી છે. “ઈવોલ્યુશન'નું કાર્ય વડોદરામાં ભરાયેલી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચેલો નિબંધ.
૧૦૮