________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
વા માંડ્યા અને તેમનાં પુસ્તકો દેશમાં વંચાતાં અને લોકપ્રિય થતાં એ સંસ્કૃત શબદ પણ લોકોમાં રૂઢ થયા. આ રીતે નિમિત્ત, ઉષ, કન્નr થયા, મrદ સરખાં પ્રાકૃત રૂપે જતાં રહી પાછાં શ્રીમત, હદ, કથા, યવન, મારથ વગેરે શુદ્ધ સંસ્કૃત રૂપ દાખલ થયાં છે. અને કેટલીકવાર એવાં સંસ્કૃત રૂ૫ દાખલ થયા પછી બીજી વાર બીજી રીતે અપભ્રંશ થયે છે. બ્રમનું પાછું ધર્મ થઈ વળી ધરમ થયું છે. ક્ષિgિs નું પાછું પણ થઈ પછી “કરપીણ થયું છે. ગુજરાતમાં કેટલાક ભાગમાં સંસ્કૃત શબ્દો પાછા દાખલ થયા પછી આ પ્રમાણે અપભ્રંશ થયે નથી પણ સંસ્કૃત રૂપે જ કાયમ રહ્યાં છે. આ કારણથી પણ એકલા પ્રાકૃત વ્યાકરણમાં કહેલા શબ્દોચ્ચારના ફેરફાર ( phonetic change ) ના નિયમો પરથી ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને ક્રમ ઉપજાવી શકાશે નહિં, પણ તે સાથે જુના ગ્રન્થ અને લખાણોનાં અભ્યાસની આવશ્યક છે. - મધ્ય કાલીન' ગુજરાતી ભાષાના લેખકોએ ઉપર કહ્યું તેમ ગુજતીમાં સંસ્કૃતિનું પિષણ કર્યું તે ગુજરાતીમાં ઉપરછલું રહ્યું નથી પણ તેનાં મૂળ ઊંડા ઉતરી સજડ થયાં છે. અને તે ઉપરથી અનેક પ્રકારે ભાષામાં વિકાસ અને ઉલ્લાસ થયા છે. પ્રેમાનન્દ સરખા ગ્રન્થકારોએ સ્વભાષાના અભિમાનથી, “મધુરી ગુર્જરીની મીઠાશ મોઘી ઘણી’ સાબીત કરવા સારૂ મૃતપ્રાય સંસ્કૃતિને સ્થાને આખા આર્યાવર્તમાં બધા પ્રાન્તોની ભાષાઓમાં ગુજરાતીને શ્રેષ્ઠ પદે સ્થાપવા સારૂ તેને મહારાષ્ટ્રી સરખું “મહાગુર્જરી નામ આપવા સારૂ, તેને “પાદે પાદ રસાળ ભૂષણવતી” બનાવવા સારૂ, તેમાં સંસ્કૃતનું પોષણ કર્યું. અને અખા સરખા ગ્રન્થકારોએ એવી કવિત્વભય દૃષ્ટિથી નહિં પણ જ્ઞાનીના દષ્ટિબિન્દુથી વિચાર આગળ ભાષાનું સ્વરૂપ નકામું તે એવી વૃત્તિથી, - “ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું? એવી સંસ્કૃત તરફની અનાદરબુદ્ધિથી ગુજરાતી ભાષાને ખીલવવા અને વેદાન્તના વિચારે પ્રકટ કરવા અનેક સંસ્કૃત શબ્દો ગુજરાતીમાં દાખલ કર્યા. આ રીતે જુદાં જુદાં વલણથી પ્રયાસ કરતા ગુજરાતી ગ્રન્થકારોએ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનું અને સંસ્કૃત સાહિત્યના નૈરવનું પોષણ કર્યું છે. અને ત્યારપછી મુસલમાની રાજ્યના સમયમાં ફારસી અને અરબી,
૧૦૬