________________
ગુજરાતી ભાષા
શબ્દો દેશમાં દાખલ થઈ ભાષાના મૂળમાં ઉતર્યા છે, અને ભાષાવૃક્ષનાં જુદાં જુદાં અંગની પ્રફુલ્લતામાં સામીલ થયા છે. એ સર્વ ઈતિહાસ અને બંધારણ હવે રદ થઈ શકે તેમ નથી. હવે તે ઉદ્દલાવ પામતે આવેલ ક્રમ ઉપાડી લઈ ભાષાને વધારે અર્થવાહક–વધારે સમર્થ કેમ કરવી અને સાહિત્યને વધારે વિસ્તારી-વધારે ઉન્નત કેમ કરવું એ ઉદ્દેશ લક્ષમાં રાખી પ્રયાસ કરવાનો છે. ફક્ત વાર્તાઓ, કહેવતો, શીખામણની વાતે અને બાળોપયોગી ગ્રન્થ પ્રકટ થઈ શકે એટલું જ ભાષાનું ગજું રહે એ બંધ તાણીને બાંધી શકાશે નહિં, પણ ભવ્યમાં ભવ્ય અને સુન્દરમાં સુન્દર કલ્પનાઓ પ્રકટ થઈ શકે, ઉચ્ચમાં ઉચ્ચ અને ગહનમાં ગહન વિચારો પ્રકટ થઈ શકે, ઝીણામાં ઝીણું અને અભુતમાં અભુત પદાર્થધમ પ્રકટ થઈ શકે, દૂરમાંની દૂર અને વિચિત્રમાંની વિચિત્ર ભૂમિએનાં વર્ણન અને તેમની સાથનાં વ્યાપાર અને વ્યવહાર પ્રકટ થઈ શકે, સાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાન, નીતિમીમાંસા, સૃષ્ટિવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસનશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ઈત્યાદિ અનેક વિષયોના. ઉડામાં ઉંડા વિચારો પ્રકટ થઈ શકે, એવું ગુજરાતી ભાષાનું સામર્થ્ય બંધાવું જોઈએ. એ સર્વ સામર્થ્ય સાધારણ વ્યવહાર અને વાતચિત માટે આવશ્યક નથી. તેમ જ ગુજરાતી ભાષાની વિશેષતા નાબુદ કરી તેને લગભગ સંસ્કૃત કે ફારસી આકારની કૃત્રિમ ભાષા બનાવી દેવી એવું પણ એ સામર્થ્યનું સ્વરૂપ નથી. પરંતુ ઉન્નતિમાં આગળ વધેલા સર્વ દેશીઓની પેઠે આ દેશમાં પણ માનસિક પ્રગતિને જીરવી શકે, અને અગાડી વધારી શકે એવું સામર્થ્ય ભાષામાં આવવું જોઈએ. એ ભાષા સર્વ પ્રકારના લેખમાં વાપરી શકાશે નહિં એ ખરું છે, પણ ઉપર કહેલા વિષયોમાં દેશને બળવાન તથા ગુણવાન કરવા એ ભાષા આવશ્યક છે. એ ઉત્કર્ષના પ્રયાસ સફળ થાઓ એવી પ્રાર્થના કરી આ લેખ સમાપ્ત કરીશું.
૧૦૭