________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
“ એકવાર વાલ્મીકિને આશ્ચમિ નારદ આવ્યા છિ, વાલ્મીકિ ઘણી પૂજા કરીનેિ પૂછ્યું, આજ અહ્નો કૃતાથ કિધા હૈ સ્વામી અહ્માનિ કહાનિ એવા શૈલેાક્યમાંહિ માનુંભાવ પુરુષ કો છ...તે તમસાનિ તિરનિ વિષિ વાલ્મીકિ વિદ્યાર્થિ સહિત તિહાં આવ્યાં, તે ઉત્તર તીથ દીઠું તિહાં વિદ્યાર્થિ સાથિ ધિરિયુ વલ્કલ અણાવ્યું તે તી માંહિ રહ્યા...એહવા શબ્દ મુખમાંહિથી નીસર્યું, ત્યાર પહિલ્લુ પૃથિવીમાંહી ક્ષેાક નથી. કાવ્ય શ્લાક છંદ વાંણી કાંઈ નથી. તે માટે વાલ્મિક તથા વિદ્યાર્થી વિચારવા લાગ્યા જે એ મહાવાક્ય શબ્દ હવું તે શું હતું. કાંઈ એક પદબંધ દીસિદ્ધિ એમ વિચારતાં થિયાં તિર્થાંવગાહન કરી પોતાનિ આશ્રમિ આવ્યા, આસિને મિઠા ધ્યાન કરવા લાગ્યાં.”
અહીં ‘આશ્રમિ,' ‘છુિં,' ‘તિહાં,' ‘ધિરિયું,' ‘હેવું,' વિચારતાં થિાં એવાં રૂપ ફક્ત હાલની ગુજરાતો જાણનારથી પણ સમજાય તેવાં છે. સંવત્ ૧૫૬૮માં રચાયેલા ‘વિમલરાસ,’ નામે જૈન ગ્રન્થની ભાષા પણ આજ પ્રકારની છે. તેમાંથી એ કડીએ ઉતારીશું.
दिनि दिनि बाधइ विमलकुमार अहनिसि अंगि विमलाचार | हरखीं माता हूलावती विमलवाणि बोलइ भावती ॥ विमलकुंवर पुउढइ पालणइ मां हिंडोलर ऊलटि घणइ ।
हारलडे हुलावर बाल खिणि खिणि आवी करह संभाल ॥
અહીં પુર્ ઉપરથી હાલતું ' પોઢે, ' અને આમાંના નિ વિનિને ઠેકાણે હાલ પાછું ક્ષને ક્ષળે ગુજરાતીમાં દાખલ થયું છે. રૂમાંથી થયેલા વર્તમાન C વિશે આગળ કહ્યું છે. આ સિવાય આ કડીએમાંની ખાકીની ભાષા તે હાલથી ગુજરાતી જ છે.
૧. આ સર્વ ઉતારા રા. રા. કેશવલાલ હ્રદરાય ધ્રુવે પ્રસિદ્ધ કરેલાં જુનાં ગુજરાતી પુસ્તકા ઉપરથી લીધા છે; અને એ પુસ્તકામાંના તેમજ ‘મુગ્ધાવાધ મૌતિક' ઉપરના તેમના વિદ્વત્તા ભરેલા વિવેચનની આ નિબંધમાં સહાયતા લીધી છે.
૧૦૦