________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
આર્યપણું તેઓએ એક બીજી વાતમાં ઉત્કૃષ્ટ રીતિએ દેખાડયું, એટલે ભાષા વિષેના શોધમાં, અને વિવેકયુક્ત વ્યાકરણ રચવામાં.
એનું કારણ શોધતાં એવું ભાસે છે, કે વૈદિક, એટલે સરસ્વતી તટના ઋષિઓની, ભાષા બહુ વેહલી વિકાસ પામવા લાગી. એ જોઈને તેને કંઈ અટકાવવાને અર્થે, વળી વેદને ખરો અર્થ જણાવવાને અર્થે, વિવેકી પુરૂષ ભાષા વિષે કઈ ટીકા, કે વાર્તિક, લખવા લાગ્યા. એમ ભાષા વિષે વિચાર કરવાને અભ્યાસ, અને એ વિચાર સ્પષ્ટ કરી લખવાની કળા, હિંદુઓમાં પ્રફુલ્લિત થયા પછી, વ્યાકરણ રચનારામાં પાણિનિ નામે વીર થયો. તેણે અષ્ટાધ્યાયી કરીને એક મહા ઉત્કૃષ્ટ ગ્રંથ પ્રગટ કરે. તેના ઉપર પછી કેટલાએક ટીકા લખનારા થયા. આશરે ૭૫૦ વર્ષ ઉપર ધંધુકાને ગુજરાતી વાણિયે હિમચંદ્ર થયે; તેણે હૈમવ્યાકરણ કરવું.
વેદ ભાષાનો વિકાર કે વેહલો અને કેટલો ઘણે થવા લાગ્યો, તે તે એ ઉપરથી દેખાય છે, કે જ્યારે શાક્ય મુનિ-બૌદ્ધ ધર્મને પ્રથમ બેધક–પ્રગટ થયે (ખ્રી પૂ૦ ૫૪૩), ત્યારે લોકોના ઉપદેશને વાસ્તે ભાગધીઆદિક પ્રાકૃત ભાષાઓમાં લોકોને ધર્મબોધ કરવો પડ્યો. વળી, સાંપ્રતકાળે, બંગાળાથી તે સિંધ સુધી, અને દક્ષિણથી તે કાશ્મીર સુધી, કેવી ભિન્ન ભિન્ન રૂપની ખરી, તો પણ એક મૂળ સ્પષ્ટ રીતિયે દેખાડનારી ભાષાઓ ચાલે છે, તે ઉપરથી અનુમાન કરી શકિયે છિયે.
પણુ અહિં તો પૂછવું ઘટે, કે શું, આવા વહેલા અને વિભિન્ન વિકારનાં કેઈ કારણ દેખાય છે ? એ પ્રશ્નને બે પ્રકારના ઉત્તર સુજે છે.
એક તે એવું, કે જ્યારે આર્યો આ દેશમાં આવ્યા ત્યારે તેઓ પિતાની સાથે મૂળ દેશની વિદ્યાનું જ જ્ઞાન લાવ્યા, કદાચ અલ્પ
સ્મરણ કરતાં કંઈ અધિક તેમની પાસે નહિ હોય. આ દેશ મોટો અને વિશાળ જોઈને તેઓ એક બીજાથી વેરાયા. વિજોગના કારણથી તેમના બધાની ભાષા, વેદ રચાયા તેથી પહેલાં પણ, કંઈ ફરવા લાગી હશે. જેઓ સરસ્વતીને કાંઠે પેહલા વસ્યા, તેઓ પોતાના બીજા ભાઈઓ કરતાં વહેલા સુધરેલા અને કંઈ વિશેષ વિવેકી હશે. તેઓએ પિતાની ચાલતી ભાષામાં વેદ રો. હવે, બધી ભાષાના સાધારણ નિયમ એ છે, કે કાળાંતરે કર વિજેગ થયેલા ભાઈઓમાં, કોઈ વેળા ડાજ કાળમાં, અને