________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ધર્મ સાહિત્યની ભાષાઓ થવાથી એ ભાષાઓ એ ધર્મમંડલોમાં સંસ્કૃત જેટલીજ પદવી પામી. બૌદ્ધૌએ તો પાલીને સંસ્કૃતના પણ પહેલાંની અને સૃષ્ટિની ઉત્પત્તિ સમયની “ કૂઢા માતા ' કલ્પી. આ રીતે પ્રાકૃત ભાપાઓ પણ તેમનામાંથી ઉત્પન્ન થએલી ભાષાઓના સાહિત્યને રોકનારી થઈ. બ્રાહ્મણે તે પ્રાકૃત ભાષાઓને હલકી જ ગણતા હતા. પ્રાકૃતિને શિષ્ટ ભાષા તરીકે તેઓ કબુલ રાખતા નહિ. “ હે :ને બદલે “ડો ઢઃ' બોલનાર અસુરોને તિરસ્કાર કરી “શતપથ બ્રાહ્મણ માં કહ્યું છે કે “તેપુરા સારવાર હેડ હેય ન કરતઃ પામવુ ( રૂ. . ૨-૬-૨૨ માઇ રૂર-૨ ૨૩ ). અશુદ્ધ ભાષા બોલનારને આ રીતે પરાભવજ થાય માટે નિષેધ કર્યો છે કે – उपजिज्ञास्यां सम्लेच्छस्तस्मान्न ब्राह्मणो म्लेच्छेत् ।
( રૂ , . ૧-૧-૨૧ રામ્યા . ૨-૧-રક.) અહીં પ્લેચ્છ” ને અર્થ અપભ્રષ્ટ થએલી ભાષા છે.
બ્રાહ્મણોના ગ્રંથ સંસ્કૃત ભાષામાં જ લખાયા. નાટકમાં પણ તેમણે વિધિ કર્યો હતો કે શિષ્ટ પાત્રો પાસે સંસ્કૃત ભાષા બોલાવવી.
આ સર્વ કારણોએ પ્રાન્તીય ભાષાઓમાં સાહિત્ય રચાતું અટકાવ્યું. એ અન્તરાય દૂર થયા પછી કેટલાક કાલ સુધી હિંદી અને વ્રજ ભાષાએ રાજકીય આશ્રયથી બીજી પ્રાતીય ભાષાઓ ઉપર સામ્રાજ્ય ચલાવ્યું, અને જુદા જુદા પ્રાન્તના વિદ્વાનોનો પ્રયાસ પિતા તરફ ખેંચો.
આ બધાં બળ નરમ પડ્યાં ત્યારે ગુજરાતી સાહિત્યને આરંભ થયો. ગુજરાતી ભાષાનો આરંભ ક્યારે થયે તેને એ સાહિત્ય પરથી નિર્ણય કરવાનું બની શકે તેમ નથી.
* “ બાઈબલ” ના “ઓલ્ડ ટેસ્ટમેન્ટ”માં પણ આવા પ્રકારની કથા છે કે, લડાઈમાંથી નાસતા ઈક્રમાઈટ લોકો જોરડન નદી ઓળંગવા આવ્યા ત્યારે તેમના શત્રુ ગિલી અડાઈટ લોકોએ તેમને રોક્યા. પુછતાં જે એમ કહે કે હું ઈકમાઈટ છું,”તેને મિલીઅડાઈટ કહેતા કે “શિબોલેથ” એ ઉચ્ચાર કર. ઈક્રમાઈટ લોકોને “શ બોલતાં નહી આવડત, તેથી તેઓ “ સિલેથ બેલ્યા, અને એ રીતે પકડાઈ જાય તેને ગિલી-અડાઈટ લોકે કતલ કરતા. એ રીતે ૪૨,૦૦૦ ઇકમાઈટ લેક તે સમયે જેરડનને કીનારે માર્યા ગયા જજિજસ, પૃ. ૧૨.
૮૮