________________
- ગુજરાતી ભાષા
નહિં, અપભ્રંશ ભાષા ગુજરાતમાં બોલાતી હતી એ ચોખ્ખો પુરા મળી આવ્યો નથી, પણ અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાને ઘણી મળતી છે અને તેથી ગુજરાતી ભાષા અપભ્રંશ ઉપરથી થઈ છે એમ વિદ્વાનોનું માનવું છે. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ ગુજરાતી ભાષાના ઈતિહાસમાં કહે છે કે, “ પ્રાકૃત ભાષા ઉપરથી અપભ્રંશ ભાષા થઈ અને અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી ભાષા થઈ છે. જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ અપભ્રંશ ભાષાના વ્યાકરણ સાથે ઘણું મળતું છે.” બીજી સાહિત્ય પરિષદુના પ્રમુખપદ ઉપરથી આપણું વિત્ન રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કહ્યું છે કે, “હેમાચાર્યની અષ્ટાધ્યાયનો અપભ્રંશ તે ગૂજરાતી જ છે.” અલબત્ત કેટલાકને મત એવો પણ છે કે અપભ્રંશ તો આભીરે વગેરેની ભાષા હતી, અને શૈરસેની ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ છે. (નર્મગદ્યની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષા વિશેની પ્રસ્તાવનામાં ઉતારેલાં વચન.) વળી નાટકમાં નીચેના પાત્રોના મુખમાં અપભ્રંશ ભાષા મુકવાની કહી છે.
शकराभीर चाण्डालशबर द्राविडोडजाः।।
हीना वनेचराणां च विभाषाः सप्त कीर्तिताः ॥ પરંતુ શૌરસેની અને ગુજરાતી વચ્ચે ઘણું મળતાપણું નથી. પ્રાકૃત પરથી થએલી ભાષાઓમાં અપભ્રંશ સાથે જ ગુજરાતીને સહુથી વધારે મળતાપણું છે એ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસે ઘણી સારી રીતે બતાવ્યું છે. વળી, અપભ્રંશ એ પ્રાકૃતિનું સહુથી છેલ્લે રૂપાન્તર છે એમ જણાય છે. વરચિના “પ્રાકૃત પ્રકાશ માં સામાન્ય પ્રાકૃતના નિયમ પછી પૈશાચી, માગધી અને શૌરશેની એ ત્રણ ભાષાના નિયમો કહ્યા છે; અને પૈશાચી તથા માગધીને શૌરસેની પરથી નીકળેલી કહી છે, તથા શિરસેનીને સંસ્કૃત પરથી નીકળેલી કહી છે. વળી શૌરસેનીના કેટલાક નિયમો આપી છે મહારાષ્ટ્રીય એમ કહ્યું છે, અર્થાત સામાન્ય પ્રાકૃત તે મહારાષ્ટ્રી છે અને શૌરસેનીનું ઘણુંખરું બંધારણ તેના જેવું છે એમ કહ્યું છે. વરચિએ અપભ્રંશના નિયમ દર્શાવ્યા નથી તેથી તેના સમયમાં અપભ્રંશ ભાષા થઈ નહિં હોય એમ અનુમાન થાય છે. ચંડમા “ પ્રાકૃત લક્ષણ” માં અપભ્રંશનું નામ છે. તે ગ્રન્થમાં કહ્યું છે કે, જેડાઅક્ષરમાં છેવટને “ર' હોય ને અપભ્રંશમાં તેને લેપ ન થાય. હેમચંદ્રના વ્યાકરણમાં એવા
१ प्राकृत लक्षण ३।३७.