________________
ગુજરાતી ભાષા
હનેલે ઉપર બતાવેલા પ્રદેશમાંથી ગુજરાતમાં આવી એ સંભવિત જણાય છે. હેમચંદ્રાચાર્યે પિતાના વ્યાકરણને છેડે અપભ્રંશના નિયમે કહ્યા છે અને તે સાથે એ ભાષાનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એટલા જ પરથી હેમચંદ્રના વખતમાં ગુજરાતમાં અપભ્રંશ ભાષા બેલાતી હતી એમ કહી શકાતું નથી. અપભ્રંશ ભાષા ક્યા દેશની ભાષા છે અને પ્રથમ બેલાતી કે હાલ બેલાય છે એ વિશે હેમચન્દ્ર કાંઈ કહ્યું નથી. અલબત્ત, શિરસેની માગધી, પિશાચી અને ચૂલિકા પિશાચીના નિયમો તેમણે આપ્યા છે તેના કરતાં અપભ્રંશના ઘણા નિયમે આપ્યા છે અને અપભ્રંશના ઉદાહરણ માટે કાવ્યગ્રન્થોમાંથી અનેક ઉતારા કર્યા છે; પણ ઉપર કહેલી ત્રણ ભાષા માટે તેમ ન કરતાં એકજ ઠેકાણે ચૂલિકા પૈશાચી માટે એ ઉતારે કર્યો છે અને પ્રાકૃત માટે પણ જુજ ઉતારા કર્યા છે; તેથી અપભ્રંશ હેમચંદ્રના ચિત્ત સમક્ષ ઘણી નજીક હતી એમ તો જણાય છે. તેમજ કવિ (વહેલે ), વિદાઢ (વટાળ), ૩ (કોડ, શેખ), શેર કરો –સંબંધ દર્શક), તા (તણો-સંબંધ દર્શક), વગેરે અપભ્રંશના ખાસ શબ્દો હેમચન્ટે આપ્યા છે, તે દર્શાવે છે કે અપભ્રંશ ગુજરાતમાં બેલાતી હોવી જોઈએ. તેમજ બીજી સાહિત્ય પરિષદમાં ઉપર કહેલા ભાષણમાં રા. રા. કેશવલાલભાઈ એ દર્શાવ્યું છે તેમ અમદાવાદમાં સંવત ૧૫૦૮ માં રચાયેલા વસંત વિસ્ટાર નામે કાવ્યમાં ખેલવાને” એવા (તુF infinitive of purpose)ના અર્થમાં સ્ટન રૂ૫ વપરાયેલું છે અને “મંડનમાટે એવા (તાર્થના અર્થમાં મંgfણ રૂ૫ વપરાયેલું છે. એ રૂપ હાલની ગુજરાતીમાં નથી પણ હેમચન્ટે અપભ્રંશનાં એવાં રૂપ બતાવ્યાં છે. તે હકીકત પણ ગુજરાતમાં અપભ્રંશ ભાષા બેલાતી હતા એમ દર્શાવી આપે છે. હેમચન્દ્ર પિતાને ગ્રન્થ સંવત ૧૧૬૮ માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં લખે છે તેથી અપભ્રંશ ભાષા તે સમય પહેલાંથી પ્રવર્તમાન હતી એટલું તે જણાય છે. અલબત્ત, અપભ્રંશ ભાષામાં ફેરફાર થઈ હાલની ગુજરાતીને વધારે મળતી ભાષા બોલવા માંડ્યા પછી પણ શિષ્ટ ભાષા તરીકે અપભ્રંશ ભાષા કાવ્યોમાં વપરાતી હોય અને તેથી તે કાવ્ય સ્થામાં તે સમયે અપભ્રંશ પ્રચલિત હતી એમ એસપણે કહી શકાય નહિં. પણ એ માત્ર કાલનિર્ણયનો જ પ્રશ્ન છે, સ્થલનિર્ણયને પ્રશ્ન નથીઃ અપભ્રંશ ભાષાનાં કાવ્યોનાં ઉદાહરણ લેતાં સ્થલનિર્ણયમાં શંકા રહેતી નથી.
- ૧. વિદ્ધ દેવ ૮ો છે કર. તથા ૮ છા કરક. ૧