________________
ગુજરાતી ભાષા
ગુજરાતી તે અબઁચીન ગુજરાતી છે એ નિવિવાદ છે. ઈંગ્રેજી ભાષાના પણ આ પ્રમાણે આંગ્લ સાક્સન (Anglo Saxon) અસાસન (Semi Saxon), પ્રાચીન ઈંગ્રેજી (Old English), મધ્યકાલીન ઈગ્ર∞ (Middle English ) અને અર્વાચીન ઈંગ્રેજી (Modern English) એવા ભેદ પાડવામાં આવ્યા છે. ‘આંગ્લ સાસન’ નામ કહાડી નાખી તે ભાષાને અને તે પછીની ઉપર કહેલી બધી ભાષાએ ફક્ત ઈંગ્રેજી” જ કહેવી એમ કેટલા ઇંગ્રેજી વિદ્વાનાનેા મત છે. કેટલાકનેા તેથી ઉલટા મત છે કે જુદા જુદા નામથી ઓળખાતા ભાષાવિભાગને આ રીતે એક વર્ગમાં મુકવાથી અગવડ પડશે, અને જે વસ્તુએ યથાર્થ રીતે જુદી છે તેને એક કહેવાથી ગુંચવાડા થશે; કારણ કે અર્વાચીન ઈંગ્રેજી તે આંગ્લ સાસનના પાયા ઉપર રચાઇ છે, અને તેમાંથી જ ઉદ્ભવ પામી છે, તેાપણ એ બે વચ્ચે એટલેા બધા ફેર છે કે એ એમાંથી એકનું સંપૂર્ણજ્ઞાન હેાય તે। માત્ર તેટલાથી એમાંની બીજી આંખથી કે કાનથી સમજાય નહિ.૧ અપભ્રંશ ભાષાને ગુજરાતી કહેવી કે નહિ તે બાબત આ પાછલા દૃષ્ટિબિન્દુથી વિચાર કરીએ તે એટલું તે કહેવું પડે કે જેને અર્વાચીન ગુજરાતીનું જ્ઞાન ન હોય તે માત્ર અપભ્રંશ શીખીને અર્વાચીન ગુજરાતી સમજી શકે નહિં, અને જેને અપભ્રંશનું જ્ઞાન ન હોય તે માત્ર અર્વાચીન ગુજરાતી શીખીને અપભ્રંશ સમજી શકે નહિ. અલબત્ત, ફેર છે તેમ સરખાપણું પણ છે, અને આવા સંબંધમાં હેલમના અભિપ્રાય લક્ષમાં લેવા યાગ્ય છે. ઈંગ્રેજી ભાષાના આરબ નક્કી કરવા એના કરતાં કંઈ વધારે મુશ્કેલ હેાઈ શકે નહિ. અહીંથી સીમા બાંધવાની અમારી મરજી છે એમ કોઈ કારણ જણાવ્યા વિના સ્વચ્છંદ રીતે કહીએ તેાજ એ કાય થઈ શકે. યુરોપખંડની બીજી ભાષાએમાં આ નિર્ણય માટે સાધનેાની ખામી છે એવું ઇંગ્રેજી માટે કારણ નથી; પણ તેથી ઉલટુ કારણ છે, અને તે એ કે શબ્દો બહુ ધીમે ધીમે ક્રમમાં ઉદ્ભવ પામતા આવ્યા છે, અને તેને પરિણામે હાલનાં રૂપ થયાં છે એમ બતાવી શકાય તેવું છે કારણકે તેરમા સૈકાની જીનામાં જીની ઈંગ્રેજી ભાષાને બારમા સૈકાની આંગ્લ–સાસન ભાષા સાથે સરખાવીએ તેા ઈંગ્રેજીને જુદી ભાષા શા માટે કહેવી અને આંગ્લ-સાસન ઉપરથી રૂપાન્તર થયેલી કે સાદી થયેલી ભાષા શા માટે ન કહેવી એના ઉત્તર દઈ શકાતા નથી. પરંતુ ચાલતા આવેલા વહીવટ કાયમ રાખવા જોઈ એ અને History of English Literature by T. B. Shaw. (ટી. ખી. શૅા કૃત ઈંગ્રેજી સાહિત્યના ઇતિહાસ.)
કૃષ