________________
ગુજરાતી ભાષાનો આરંભ
ગુજરાતી ભાષાનો આરંભ (સ્વ, સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી એ એલએલ. બી.)
કોઈ પણ ભાષાનો આરંભકાલ એકસપણે નક્કી કરવો એ અશક્ય છે. એવો નિર્ણય કરવામાં ઐતિહાસિક સાધને હેતાં નથી એટલું જ નહિં પણ ભાષા કંઈ એક દિવસમાં કે એક વર્ષમાં બંધાતી નથી. અનેક કારણે અને બનાવના આવી મળવાથી ભાષાને ધીમે ધીમે ઉભવ થાય છે. અને ઉદ્દભવ થતો જાય છે તેમ તેમ ભાષામાં ફેરફાર પણ થતો જાય છે. અતિ પ્રાચીન ભાષાઓ બોલાતી બંધ થતાં તેમાં ફેરફાર થતા અટક્યા છે. તેમના ઉદયને કાલ જેવો કેવળ અગમ્ય છે તે વર્તમાન સમયમાં બોલાતી અને બદલાતી ભાષાઓના ઉદયન કાલ છેક અગમ્ય નથી; પરંતુ વર્તમાન ભાષાઓનું અમુક સ્વરૂપ ક્યારે ઘડાયું એ નક્કી કરવું બહું અઘરું છે. ગ્રન્થ, લખાણ અને વર્તમાનપત્રોને હાલના જે ભારે સાધનરૂપ જ હોય ત્યાં એ મુશ્કેલી પડે નહિં, પણ વર્તમાન મુકી ભૂતકાળમાં જેમ જઈએ છીએ તેમ એ જ ઓછો મળે છે. વળી ભાષાનું અમુક સ્વરૂપ બંધાય તેજ વખતથી તેનું સાહિત્ય રચાય એમ બનતું નથી; અને લેખી સાહિત્ય તો તેથી પણ મોડું થાય છે. આ રીતે ભાષાને ઉદ્દભવ થયા પછી ઘણે કાળે તેનું લેખી સાહિત્ય ઉત્પન્ન થાય છે. અતિ પ્રાચીન ભાષાઓને લેખન સામગ્રી મોડી પ્રાપ્ત થઈ એ અન્તરાય તે પછીની ભાષાઓને નડ્યો નથી. પરંતુ એ અતિ પ્રાચીન ભાષાઓ બેલાતી બંધ થયા પછી પણ તેની તરફની ભક્તિ ઘણુ કાળ સુધી એવી ટકી રહી હતી કે ગ્રન્થો અને લખાણે બોલાતી ભાષાઓમાં નહિં પણ પ્રાચીન ભાષાઓમાં થતાં હતાં. યુરોપમાં તેમજ આ દેશમાં આવી સ્થિતિ પ્રવતંતી હતી; અને તેથી અમુક ભાષાનું જૂનામાં જુનું સાહિત્ય જે સમયનું મળી આવે તે સમયે તે ભાષાનો આરંભ થયો ગણી શકાતું નથી, પણ તે પહેલાં ઘણા સમયથી એ ભાષા સારી રીતે રૂઢ થએલી હોવી જોઈએ એમ અનુમાન થાય છે. આ દેશમાં વળી એવી વિશેષ સ્થિતિ છે કે સંસ્કૃતને બદલે પ્રાકૃત ભાષાને પ્રચાર થયા પછી અને પ્રાકૃતમાંથી પ્રાન્તીય ભાષાઓ થયા પછી પણ ઘણું કાળ સુધી પ્રાતીય ભાષાઓ ગ્રન્થો અને લખાણો માટે વપરાતી નહોતી. બૌદ્ધૌએ પોતાના ધર્મગ્રન્ય પાલીમાં લખ્યા તથા જૈનોએ પિતાના ધર્મગ્રન્થ માગધીમાં લખ્યા. અને
૮૭