________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
(ર) આશરે બે હજાર વર્ષ થયાં, શાક, કે શાકી, લોક આ દેશમાં આવ્યા હતા, અને તેઓએ કોઈ સત્તા ચલાવી હતી એવું દેખાય છે. તેમને મારી કહાવાથી વિક્રમ રાજાની કીર્તિ બહુ થઈ અને તેમના ભાસ્યાના વર્ષથી વિક્રમ શક ચાલે છે. હવે, આ લોક ઘણા કે ડા, તેમના આ દેશમાં રહ્યાને કાળ લાંબે કે ટુંકે, એ નિશ્ચય જણાતું નથી. તેમને માર્યાથી દેશમાં શક ચાલ્યો, એ ઉપર અટકળ બાંધીયે, તે દેખાય કે તેમનું બળ કંઈ થોડું નહિ હશે. તેમની ભાષા આર્ય કે અનાર્ય હતી એ પણ કહેવાતું નથી. તેમની ભાષાની અસર પ્રાકૃત ભાષામાં કંઈ રહી હોય; પણ નિશ્ચયથી કહેવાતું નથી. | (૩) આલેસાંદર, માસિદનના રાજાએ આ દેશમાં ચડાઈ કીધી (પ્રીપૂ૩૨૭), તે વર્ષથી કેટલાએક સિકા સુધી ગ્રીક લેકેની આવજા હતી, અને કદાચ, કોઈ વેળા સત્તા પણ ચાલી હશે. પણ ગ્રીક ભાષા અનાર્ય નથી, અને આ લોકોના કેઈ જગ્યાએ આ દેશમાં રહિને, અને હિંદુમાં ભળી જઈને, પિતાની ભાષાની કંઈ અસર થાય એવું કર્યું, એ નથી જણાતું.
(૪) મુસલમાન આ દેશમાં આવ્યા અને પિતાની સત્તા ચલાવી તેથી પ્રાકૃત ભાષા ઉપર જે પરિણામ લાગે, તે બધાને પ્રત્યક્ષ છે-અહિં સંશય ભરેલી અટકળ ચલાવવી નથી પડતી.
ગુજરાતીમાં ફારસી અરબીની અસર અનેક દ્વારે થઈ. મુસલમાનના રાજ્યથી, અને અધિકારીઓની સાથે દીલ્લીની ગમથી આવેલા મુસલભાન સીપાઈઓથી; પછી દેશમાં જે મુસલમાન થયા તેથી; વળી વોરા
આદિક વેપારી તથા રૈયતથી. એવાં એવાં દ્વારથી ફારસી અને અરબી શબ્દ ગુજરાતીમાં ઘણું આવ્યા. એમની સાથે પારસી લોક ગણાય; કેમકે, જો તેઓ ધર્મ વિષે મુસલમાનોના વિરોધી છે, તે પણ તેમની મૂળભાષા ફારસી હતી, માટે તેમાં જે ભાષા ચાલી તેની વળગણ મુસલમાનની ભાષાની સાથે રહી. આ ભેળથી ભાષામાં કોઈ શબ્દ વધ્યા ખરા, પણ મનના ઊંડા વિચારની, અને વિવેકના વિવિધ વિસ્તાર કહી જણવવાની નવી સામગ્રી આવી નહિ. એનું કારણ એ છે, કે આ દેશમાં આવેલા મુસલમાન હિંદુ કર્તા વિદ્વાન ન હતા, અને ઊંડા વિચાર ચલાવવાના અભ્યાસમાં