________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
જે ગુજરાતી લોકોના હાથમાં ઈગ્રેજી ભાષાનું અને તેની સાથે અંગ્રેજી વિદ્યાનું કંઈ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધુરી જેવી લાગતી હોય; કેમકે અંગ્રેજીમાંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાને નહિ, પણ લોકોનો છે. ન શબ્દ, ન વિષય, ભાષાનું કંઈ નવું વળણ વાપરિયે, તો વિવેકથી સમજી લેવાને અભ્યાસ લોકમાં નથી, માટે લખનાર અટકે છે; કેમકે બેહેરાની આગળ ગાતાં ક્યા ગંધર્વની છાતી ચાલે વારૂ? અને જ્યાં લગી લોક સારૂં નરશું, નવું જૂનું, પરખી મુલ્ય ઠરાવી નથી શકતા, ત્યાં લગી લખનારને વિવેક કેમ પ્રકુલિત થાય?
પણ અહિં, લેખક ભાષકને પણ એક બે વાત કહેવી જોઈએ. વંચક શ્રોતાજન ગમે તેવા યોગ્ય હોય, લખેલું અયોગ્ય તો મનરંજાય નહિ. સભા ગમે તેવી યોગ્ય પણ ગાનાર ખરે ગંધર્વ નહિ, તે કોણ શુણે ? વીણું સાથે લઈને જે બેઠે, તે તારના રાગ સાથે કંઠ ન લાવે, તે સાંભળનાર, કારણું પરખી નહિ શકે તો પણ, કાન કેમ લગાડે? વીણા સારી હોય, કંઠમાં દેશ ન હોય, તે પણ એક રાગે બેહુ મલ્યા નહિ તે ગાયન બગડયું.
એમ, ઈગ્રેજીમાંથી કેટલાએક ભાષાંતર કરે છે, પણ તેમાં કાંઈ રસ દેખાતું નથી. થેડા દિવસ થયા, એક અંગ્રેજી ઉત્કૃષ્ટ કવિની કઈ વાતે કોઈએ ગુજરાતીમાં ઉતારેલી, મારા એક મિત્રે, અંગ્રેજી નહિ જાણનાર ગુજરાતી કવિએ, વાંચી. વાંચ્યા પછી તેણે કહ્યું કે, “એમાં ધુળ્ય પણ રસ નથી.” એમ ઘણીવાર થાય. ભાષાંતર કરનારમાં ઘણું જોઈએ, મૂળને અર્થ જાણીને જણાવો, એથી આધક-હા, મૂળનો રસ જાણીને સમજવો, એથી પણ અધિક જોઈએ-મૂળ વિષે જાણીતા થઈને સમજવા કરતાં એ અતિ ઉત્તમ વસ્તુ, એટલે–મૂળના અર્થના રસનો અનુભવ હદયમાં રમી વ્યાપી જ, એ જોઈયે. જ્યારે મૂળના કર્તાની આતુરતા ઉતારનારના મનમાં અવતાર પામે, અને બેહના હૈયાને અનુભવ જાણે એક રાગમાં આવે, ત્યારેજ મૂળને રસ ભાષાંતરમાં ઉતરે. જે જન સ્વભાષામાં કવિ છે, તેજ પર ભાષિય કવિનું ઉતારી શકેઃ જે પોતે મનોરંજક વક્તા, તેજ પિતાના પરભાષિય ભાઈનું કહી મનરંજન કરે; બીજા મથે તે મથે પણ તેમનું મન બધું માટીની સાથે માથાકૂટ.
એને સારાંશ એ છે, કે ભાષાંતર કર્તાને કેવળ બે ભાષાનું જ્ઞાને