________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
પ્રાન્તિક ભેદ છેજ નહિ. આ લખાણ સંપૂર્ણ રીતે વાસ્તવિક નથી; કારણ કે શિષ્ટ વર્ગની ભાષામાં પણ પ્રાન્ત પરત્વે ભેદ છે. “આંખ્ય', “રાખ્ય', “ઊઠય” વગેરે બધા ભાગમાં બોલાતું નથી, અને ચરોતરમાં કે કવચિત અમદાવાદમાં કદાચ ચારેતરની અસરથી જ્યાં એ શબ્દો બોલાય છે ત્યાં આમ લખાય છે તેમ ઉચ્ચારાતા નથી. કાર અન્ય વર્ણની પૂર્વે બોલાત હોય તેમ સંભળાય છે. વળી લિંગપરત્વે પણ ઘણો પ્રાન્તિક ભેદ છે. તપાસ”, “ખરચ”, “ચાહ', “ઓળખાણ વગેરે અમદાવાદમાં અનુક્રમે પુત્ર, નવ પુત્ર સ્ત્રી વગેરેમાં વપરાય છે; પણ સુરત ભરૂચમાં સ્ત્રી, પુત્ર, સ્ત્રી, નવ વગેરેમાં વપરાય છે. “છોડી', “મેલ', “નૈખું, “છેવાડું', “વેરે”, “સવડ', “અડવું, વગેરે શબ્દો સુરતભરૂચમાં શિષ્ટ લોકે વાપરતા નથી, તેમને એ શબ્દો ગ્રામ્ય લાગે છે. “એ” નો પહોળો ઉચ્ચાર સુરત ભરૂચમાં નથી, અન્ય સ્થળે છે. “એ” અને બીજા કેટલાક અક્ષરના બે ઉચ્ચાર સુરત-ભરૂચમાં નથી, અન્ય સ્થળે કેટલાક કહે છે કે છે. આ ઉપરથી જણાશે કે 3. ગ્રી અને પ્રાતિક ભેદ સંબંધી જે ખબર મેળવી છે તે પ્રમાણભૂત નથી.
અશિષ્ટ વર્ગના બોલવામાં ડં. શ્રીઅર્સન નીચે પ્રમાણે ફેરફાર આપે છે. તે કહે છે કે સામાન્ય રીતે એ ભેદમાં એકજ નિયમ જોવામાં આવે છે; તોપણ એ ભેદ દક્ષિણ ગુજરાતમાં બહુ ખુલ્લે જણાતું નથી, પણ જેમ જેમ ઉત્તર તરફ જઈએ છિયે તેમ તેમ વધારે ખુલ્લો જણાઈ આવે છે.
(૧) કેટલાક શબ્દ ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપિ. (૨) “ઈ” ને ઉચ્ચાર “એ”. (૩) “ક” અને “ખ” ને “ચ” અને “છે' તરીકે. (૪) “ચ” અને “છ” ને “સ'. (૫) “સ” ને “હ. (૬) “” નો લોપ. (૭) દત્ય વ્યંજનને બદલે મૂર્ધન્ય અને મૂર્ધન્યને બદલે ન્ય, (૮) ડ” અને “ળ” ને બદલે “ર'. (૯) વ્યંજને બેવડવા. (૧૦) “આ” ને ઉચ્ચાર “” (પહેળે “એ” જેવો). (૧૧) “ર” ને “s'. (૧૨) હું' ને “સ',