________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ણની મરાઠીમાં પણ આવો જ ફેરફાર થાય છે. પાછા એ “ચ” ને “છ' ના ઉપર દર્શાવેલા ફેરફાર પ્રમાણે “સ” પણ થાય છે, “નાંખ્યા” નું “નાં છયા” ને પછી “નાસ્યા' થાય છે.
હિંદુસ્તાનીમાં “વ” નો “બ” થાય છે; ગુજરાતમાં એમને એમ રહે છે; જેમકે હિંદુરતાનીમાં “નિમr', ગુજરાતી “વાણીઓ'; હિંદુસ્તાનીમાં વિના ગુજરાતી વિના; હિંદુસ્તાનીમાં “પર્વત', ગુજરાતી પર્વત’.
બોલવાની ભાષામાં ગુજરાતીમાં કેટલેક સ્થળે “સ” ને “શ' નો ઉચ્ચાર હ” જે થાય છે અને એ ઉત્તરમાં નિયમ થઈ ગયો છે. પશ્ચિમ રાજસ્થાનીમાં એમ જ છે. “માણહ” (માણસ), “હ' (સો), “દૂરજ’, ‘દે’ (દેશ), હમજાયો” (સમજાવ્યો). કાઠિયાવાડમાં “આદિ “સ” ના ઉચ્ચારમાં ઊષ્મ ‘હકારનું મિશ્રણ થાય છે. “ક” ને “ખ” ની વચ્ચે જે સંબંધ છે તે “સ” ને કાઠિયાવાડી “રહ’ વચ્ચે સંબંધ છે.
એથી ઉલટું, મુખ્યત્વે ઉત્તરમાં જ “હ” નો લોપ પણ થાય છે. ઉ” (હુતો, હત) “ઉ” (હું), “આથી” (હાથી), “ઉ” (હું).
આ નિયમ મહાપ્રાણ વ્યંજનોમાં પણ થતો જોવામાં આવે છે; તેથી ઉત્તરમાં નીચેના ઉચ્ચારે છેઃ
એકતુ' (એક), ‘હા’ કે ‘હાતી' (હાથે), અદકું (આધકું).
સુરત અને ભચ જીલ્લાઓમાં વ્યંજનો બેવડાવવામાં આવે છે. શબ્દના આરંભમાં વ્યંજનો પણ દિર્ભાવ કરવા તરફ વૃત્તિ છે “દિ' (દીઠ) “નેકર' (નકર), “અમે (અમે), “નાલ્લો' (નાનો), સ્મારો” (મારો), નાલો” માં થયું છે તેમ “ન” નો “લ” કરવા તરફ પણ વૃત્તિ છે. એ વૃત્તિ આખા ગુજરાતમાં સામાન્ય છે, પણ સુરત ભરૂચમાં વિશેષ દેખાય છે. એજ જિલ્લાઓમાં “ધ” ની પહેલાં વ્યંજન હોય તે તે વ્યંજનની પૂર્વે “ઈ' હોય તેને જેવો ઉચ્ચાર થાય છે. “માર્યો ને ઉરચાર “ભાઈરો” “આ”, “લાવ્યો' ને ઉચ્ચાર “આઈવ્યો', ‘લાઈવ્યો' જે પણ કેટલાક કરે છે.
વળી એકજ શબ્દમાં વ્યંજને ઉલટસુલટા કરવાના દાખલા પણ ગુજરાતીમાં મળી આવે છે. “ટીપવું, “પીટવું'; “ખરાવીશ”, “ખવારીશ', દેલવા', દેવતા'. છેલ્લા બે દાખલા ઘોઘામાંના છે એમ ડે. ગ્રીઅર્સન કહે.